નવી દિલ્હી: લદાખ (Ladakh) સરહદે ભારતીય સૈનિકો પ્રત્યે ચીનનું આક્રમક વલણ જોતા હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલ (BSNL) ની ફોરજી સેવાઓમાં ચાઈનીઝ ઉપકરણોના પ્રયોગ પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે બીએસએનલને નિર્દેશ આપ્યા છે કે સુરક્ષા કારણોસર તેઓ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ વિભાગે ટેન્ડર પર ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત દૂરસંચાર વિભાગે ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણો પર નિર્ભરતા ઓછી કરવાનું કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનું નેટવર્ક સિક્યુરિટી હંમેશા શંકાસ્પદ હોય છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube