નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લાંબા સમય પછી ઘટાડો કરવામાં આ્વ્યો છે. છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કંઈ ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો. 11 જૂન પછી ગુરુવારે પેટ્રોલ પર લીટરે 14 પૈસા અને ડીઝલ પર લીટરે 14 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધારે ઘટાડો મુંબઈમાં કરવામાં આ્વ્યો છે. આ સિવાય દિલ્હીમાં પેટ્રોલ પર 11 પૈસા તેમજ ડીઝલ પર 12 પૈસાનો ઘટાડો કરાયો છે. આ ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.16 રૂ. પ્રતિ લીટરઅને ડીઝલની કિંમત 67.68 રૂ. પ્રતિ લીટર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નક્સલીઓ-વિરપ્પનનો ખાતમો કરનારા આ બે અધિકારીઓ હવે કાશ્મીરના મિશન પર


તેલ કંપની સતત પેટ્રોલ -ડીઝલની કિંમતમાં ઘટાડો કરી રહી છે. છેલ્લા 23 દિવસોમાં પેટ્રોલ 2.25 રૂ. પ્રતિ લીટર સસ્તુ થયું છે. આ આંકડાઓ મહાનગરના છે અને નાના શહેરોમાં આ ઘટાડાની અસર વધારે થઈ શકે છે. ડીઝલ પણ છેલ્લા 23 દિવસોમાં 1.67 રૂ. પ્રતિ લીટર સસ્તુ થયું છે.  આંતરારાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં છેલ્લા એક મહિનામાં 6 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે જેનો ફાયદો ગ્રાહકોને પેટ્રોલ -ડીઝલની કિંમતમાં મળી રહ્યો્ છે.



દેશના ચાર મહાનગરમાં પે્ટ્રોલની કિંમત


  • દિલ્હી : 76.16 રૂ.

  • કોલકાતા : 78.83 રૂ,

  • મુંબઈ : 83.92 રૂ.

  • ચેન્નાઈ : 78.43 રૂ.


દેશના ચાર મહાનગરમાં ડીઝલની કિંમત


  • દિલ્હી : 67.68 રૂ.

  • કોલકાતા : 70.22 રૂ,

  • મુંબઈ : 71.98 રૂ.

  • ચેન્નાઈ : 71.58 રૂ.


માર્કેટના જાણકારોએ આપેલી માહિતી પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાને કારણે ફાયદો દેખાઈ રહ્યો છે અને તેલ કંપની ભાવ નથી વધારી રહી. 22 જૂનના દિવસે થનારી ઓપેક દેશની બેઠકનું પરિણામ આવ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે. અનુમાન છે કે ઓપેક દેશની બેઠક કાચા તેલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. 


બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...