New accidental insurance cover launched : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે પોતાની સેવાઓને નવી રીતે રજૂ કરી છે. તેણે સસ્તા પ્રીમિયમ પર બે નવી પર્સનલ એક્સિડન્ટ કવર પોલિસી લોન્ચ કરી છે. આ સ્કીમનુ નામ છે હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ. આ સ્કીમ એ લોકો માટે વરદાન સાબિત થશે, જે લોકો ઓછા પ્રીમિયમ પર મોટી રકમનો એક્સિડન્ટ વીમો મેળવવા માંગે છે. 


  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે લોન્ચ કરી સસ્તી વીમા પોલિસી

  • હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ પ્લસ અંતર્ગત અનેક ફાયદા મળશે

  • 18 થી 65 વર્ષી ઉંમરના લોકો માટે ફાયદાકારક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ગત દિવસોમાં બહુ જ સસ્તા પ્રીમિયમમાં નવા પર્સનલ એક્સિડન્ટ કવર લોન્ચ કર્યાં છે. તેમાં હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ પ્લસ છે. તમામ પર્સનલ એક્સિડન્ટ કવર માટે પોલિસી સમય એક વર્ષનો છે. 18 થી 65 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ કવરની પસંદગી કરી શકે છે. આ કવર દુર્ઘટનમાં થતા મૃત્યુ, વિકલાંગતા અને સારવાર જેવા જોખમમાં સુરક્ષા પ્રદાન કરશે. 


અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશે


હેલ્થ ઓપ્શન 1 નું ફિચર
હેલ્થ પ્લસ પ્લાન ત્રણ વિકલ્પોમાં આવે છે, જે વીમા રાશિ અને પ્રીમિયમના આધાર પર અલગ અલગ છે. તમામ વિકલ્પ દુર્ઘટનાથી મૃત્યુ કે સ્થાયી વિકલાંગતાના મામલામાં પરિવારના ફાઈનાન્શિયલ સહાયતા પ્રદાન કરે છે. સૌથી સસ્તો વિકલ્પ હેલ્થ પ્લસ ઓપ્શન 1 છે. તેમાં 5 લાખ રૂપિયાની વીમા રકમ આપવામા આવે છે. દુર્ભાગ્યરીતે મૃત્યુ કે સ્થાયી કે વ્યક્તિગત વિકલાંગતા મામલામા વીમો લેનાર વ્યક્તિના પરિવારને વીમારની 100 ટકા રકમ મળશે. પોલિસીમા આપવામા આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર 25000 રૂપિયાની વીમા રકમ મળશે. આ ઉપરાંત લગ્ન માટે 50000 રૂપિયા સુધીનુ કવરેજ મળશે. હેલ્થ પ્લસ ઓપ્શન 1 માટે વાર્ષિક પ્રીમિયર ટેક્સ સહિત 355 રૂપિયા છે.  


હેલ્થ પ્લસ ઓપ્શન 2 ના ફિયર
હેલ્થ પ્લસ ઓપ્શન 2 માં 10 લાખ રૂપિયાની વીમા રકમ આપવામા આવે છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે મૃત્યુ કે સ્થાયી અને વ્યક્તિગત વિકલાંગતા મામલે વીમો લેનાર વ્યક્તિના પરિવારને 100 ટકા વીમા રકમ મળશે. પોલિસીમા આપવામાં આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર 25000 રૂપિયા વીમા રકમ મળશે. કોમામા જવા પર વ્યક્તિને ત્રણ મહિના સુધી તેનો લાભ મળશે. અંતિમ સંસ્કારના ખર્ચ માટે લગભગ 5000 રૂપિયાનું ક્લેમ કરી શકાય છે. હેલ્થ પ્લસ ઓપ્શન 2માં બાળકની શિક્ષા માટે 50000 રૂપિયા સુધીની રકમ હશે. હેલ્થ પ્લસ ઓપ્શન 2 માં વાર્ષિક પ્રીમિયમ ટેક્સ સહિત 555 રૂપિયા છે. 


જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો


હેલ્થ પ્લસ ઓપ્શન 3
હેલ્થ પ્લસ ઓપ્શન 3 ત્રણ વિકલ્પોમાં સૌથી વ્યારક કવરેજ પ્રદાન કરે છે. તેમાં 15 લાખ રૂપિયાની વીમા રકમ સામેલ છે. દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ કે સ્થાયી અને વ્યક્તિગત વિકલાંગતા મામલામાં વીમો લેનાર વ્યક્તિના પરિવારને 100 ટકા વીમા રકમ પ્રાપ્ત કરશે. પોલિસીમાં આપવામાં આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર 25000 રૂપિયાની વીમા રકમ મળશે. સંતાનોના લગ્ન માટે 1 લાખ રૂપિયા સુધીનું કવરેજ ઉપલબ્ધ મળશે. અન્ય તમામ લાભ હેલ્થ પ્લસ ઓપ્શન 2 ની જેવા જ રહેશે. હેલ્થ પ્લસ ઓપ્શન 3 નુ વાર્ષિક પ્રીમિયમ ટેક્સ સાથે 755 રૂપિયા છે. 


એક્સપ્રેસ હેલ્થ પ્લાનમાં શુ છે
એક્સપ્રેસ હેલ્થ પ્લાન અંતર્ગત વીમાધારક ટેલી કન્સલટેશન, વાર્ષિક સ્વાસ્થય તપાસ અને અન્ય લાભોનો લાભ ઉઠાવી શકાય છે. હેલ્થ પ્લસ વિકલ્પના અન્ય ત્રણ લાભ પણ સંભવત તેમાં સામેલ હશે. જોકે, પ્લાન વિશે હાલ કોઈ વિસ્તૃત માહિતી આવી નથી. 


એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્


  •