જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો
Tsunami Alert Issued : પેરુ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો 7.2 ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો છે, આ બાદ અનેક એક્સપર્ટસ સુનામીની એલર્ટ આપી ચૂક્યા છે
Trending Photos
Peru Earthquake : ફરી એકવાર સુનામીનો ખતરો દુનિયા પર મંડરાયો છે. પેરુમાં જોરદાર તીવ્રતાથી ભૂકંપનો આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે (GFZ) જણાવ્યું કે, પેરુના દરિયાકાંઠે 6.9 ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું કે, આ ભૂકંપ 10 કિલોમીટર સુધીની ઉંડાઈ સુધી છે. યુએસ નેશનલ સુનામી વોર્નિગ સેન્ટરે કહ્યું કે, ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરનો વધી ગયો છે. તો કેટલાક એક્સપર્ટસ સુનામીનો ખતરો નકારી રહ્યાં છે.
પેરુમાં ભૂકંપનો એવો ઝાટકો આવ્યો કે, લોકો હચમચી ગયા છે. શુક્રવારે પેરુના દરિયા કિનારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
સુનામી આવવાનો ખતરો
GFZ એ પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 બતાવી હતી. યુએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટર આંકડાના આધાર પર કહ્યું કે, ભૂકંપથી સુનામીનો ખતરો છે. જ્યારે કે, પહેલા તેણે સુનામીનું એલર્ટ આપ્યું ન હતું.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે અગાઉ કહ્યું હતું કે, કેટલાક દરિયાકાંઠો માટે જોખમી સુનામી મોજાની આગાહી છે. પરંતુ બાદમાં કહ્યું કે ખતરો પસાર થઈ ગયો છે. તેઓ કહે છે કે, આ ધરતીકંપથી હવે સુનામીનો ખતરો નથી.
પેરુ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જે તીવ્ર ધરતી કંપનના પ્રવૃત્તિનો વિશાળ વિસ્તાર છે, જે અમેરિકાના પશ્ચિમ કિનારે ચાલે છે. પેરુમાં દર વર્ષે ભૂકંપ આવે છે અને સેંકડો લોકો ભૂકંપનો ભોગ બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે