નવી દિલ્હી: મહેન્દ્રા સમૂહની કંપની ક્લાસિફ લીજેડ્સ પ્રાઇવેટ લિમિટેડ તેમની સૌથી લોકપ્રિય જૂની મોટરસાઇકલ બ્રાંડ જાવાને આવતા મહિને(નવેમ્બરમાં) ફરી ભારતીય બજારમાં લાવવાની તૈયારી કરી લીધી છે.કંપનીના એક મહત્વપૂરણ અધિકારીએ આ જાણકારી આપી હતી, કે ક્લાસિક લીજેડ્સ સમૂહના 60 ટકા ભાગીદાર છે. કંપનીની યોજના 15 નવેમ્બરના રોજ બાઇકના ઉત્પાદનને લઇને જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. કંપનીએ 250સીસીની ઉપરની મઘ્યમ મોટરસાઇકલ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાવા આપશે રોયલ એન્ફીલ્ડને ટક્કર 
આ મોટરસાઇકલ એવી શ્રેણીમાં એન્ટ્રી કરશે, જેમાં અત્યારે રોયલ એન્ફીલ્ડનો દબદબો છે. આ સિવાય હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ જૈસી જેવી વિદેશી કંપનીઓ પણ આ બજારમાં પહેલાથી જ છે.



ત્રણ પ્રોડક્ટ થશે લોન્ચ 
ક્લાસિક લીજેડ્સના મુખ્ય અધિકારી(CEO) આશીષ જોશીએ કહ્યું કે, અમે ત્રણ ઉત્પાદકો સાથે એક બ્રાંડ રજૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, જાવા સાથે મધ્યમ શ્રેણીની મોટરસાઇકલ કંપની બનાવવા જઇ રહ્યા છે. પરંતુ, તેમણે આ બાઇક અંગેની જાણકારી આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. 


15 નવેમ્બરે પ્રોડક્ટ અંગેની થશે જાહેરાત 
જાવા મોડલ ક્યારે બજારમાં આવશે તે અંગે જાણકારી આપતા તેમણે કહ્યું કે 15 નવેમ્બરે પ્રોડક્ટ એંગેની જાહેરાત કર્યા બાદ ઘણી જલદી વાહન બજારમાં આવશે. ક્લાસિક લીજેડ્સને ગુરૂવારે 293સીસી લિક્વિડ કૂલ્ડ સિંગલ સેલેન્ડર એન્જીનનું આનાવરણ કર્યું હતું. આ એન્જીન જાવા મોટરસાઇકલમાં લગાવવામાં આવશે.