આ છે દુનિયાનો સૌથી યુવા અબજોપતિ, કેવી રીતે તેણે માત્ર 19 વર્ષમાં જ અઢળક સંપત્તિ મેળવી
Youngest Billionaire: આટલી મોટી સંપત્તિ છતાં ક્લેમેન્ટે ખુબ લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. તે જાહેરમાં ખુબ ઓછો જોવા મળે છે. તેની પાસે ઈટલીમાં ઘણી લગ્ઝરી પ્રોપર્ટી છે.
Clemente Del Vecchio: ફોર્બ્સની 2023ની અબજોપતિઓની યાદીમાં ઈટલીના ક્લેમેન્ટે ડેલ વેચિયોએ જગ્યા બનાવી છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે દુનિયાનો સૌથી નાની ઉંમરનો અબજપતિ બની ગયો છે. હકીકતમાં ક્લેમેન્ટેના પિતા લિયોનાર્ડો ડેલ વેચિયો દુનિયાની સૌથી મોટી ચશ્મા કંપની એસિલોરલગ્જોટિકાના ચેરમેન હતા. પાછલા વર્ષે જૂનમાં તેમનું નિધન થઈ ગયું હતું. ક્લેમેન્ટેના પિતાની કુલ સંપત્તિ 25.5 બિલિયન ડોલર હતી. તેની પત્ની અને છ બાળકોને આ સંપત્તિ વારસામાં મળી છે. ક્લેમેન્ટેને તેના પિતાની લગ્જમબર્ગ સ્થિત કંપની ડેલ્ફિનમાં 12.5 ટકા ભાગીદારી મળી છે.
હજુ કરી રહ્યો છે અભ્યાસ
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે ક્લેમેન્ટેની કુલ સંપત્તિ 4 બિલિયન ડોલર છે. ક્લેમેન્ટે હજુ અભ્યાસ કરી રહ્યો છે. તેને વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રૂચિ છે. તે કોલેજ જઈને આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. પરંતુ આટલી મોટી સંપત્તિ હોવા છતાં ક્લેમેન્ટે લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે. તે જાહેરમાં ઓછો જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે તેની પાસે ઇટલીમાં ઘણી લગ્ઝરી પ્રોપર્ટી છે. તેમાં લેક કોમોમાં એક વિલા અને મિલાનમાં એપાર્ટમેન્ટ છે.
આ પણ વાંચોઃ આગામી સપ્તાહે આવી રહ્યાં છે 5 IPO, દાવ લગાવવા માટે રહો તૈયાર
Clemente Vecchio નો સૌથી મોટો ભાઈ, ક્લાઉડિયો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેના પિતાએ તેને 25 વર્ષની ઉંમરે 1982માં અમેરિકા મોકલ્યો. 15 વર્ષ સુધી, તેમણે યુ.એસ.માં AcelorLuxottica નું સંચાલન કર્યું અને 1995 માં $1.4 બિલિયનમાં લેન્સક્રાફ્ટર્સ જેવા નોંધપાત્ર એક્વિઝિશન કર્યા. 2001માં, ક્લાઉડિયોએ બ્રુક્સ બ્રધર્સ $225 મિલિયનમાં ખરીદી હતી.
દાદા શાકભાજી વેચતા હતા
પરંતુ બાદમાં તેણે નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો અને જુલાઈ 2020માં દેવાળું ફૂંકી દીધુ હતું. ક્લેમેન્ટેનો બીજો સૌથી મોટો ભાઈ લિયોનાર્ડો મારિયા, પરિવારના વ્યવસાયમાં સામેલ છે, જે લગ્જોટિકાકે માટે ઈટલીમાં રિટેલ ક્ષેત્રનું નેતૃત્વ કરે છે. રસપ્રદ વાત છે કે ઘણા લોકો નથી જાણતા કે ક્લેમેન્ટેના દાદા મિલાનમાં શાકભાજી વેચવાનું કામ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube