આગામી સપ્તાહે આવી રહ્યાં છે 5 IPO, દાવ લગાવવા માટે રહો તૈયાર

IPO News: ટાટા ટેક્નોલોજી સહિત ઘણી કંપનીઓના આઈપીઓમાં દાવ લગાવવાની તક આ સપ્તાહે ઈન્વેસ્ટરોને મળી હતી. હવે આગામી સપ્તાહે વધુ પાંચ કંપનીઓના આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં આવી રહ્યાં છે, જાણો તેની વિગત....
 

આગામી સપ્તાહે આવી રહ્યાં છે 5 IPO, દાવ લગાવવા માટે રહો તૈયાર

નવી દિલ્હીઃ આઈપીઓની દ્રષ્ટિએ પાછલું સપ્તાહ ખુબ વ્યસ્ત રહ્યું હતું. ટાટા ટેક્નોલોજી સહિત ઘણી કંપનીઓના આઈપીઓમાં ઈન્વેસ્ટરોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું છે. પરંતુ જો તમે તે આઈપીઓમાં બોલી લગાવી શક્યા નથી તો આગામી સપ્તાહે પણ તમને તક મળવાની છે. આગામી સપ્તાહે કુલ પાંચ આઈપીઓ આવી રહ્યાં છે. 

1- Swashthik Plascon Limited IPO 
આ આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 24 નવેમ્બરે ઓપન થઈ ગયો હતો. ઈન્વેસ્ટરો આ આઈપીઓ પર 29 નવેમ્બર 2023 સુધી દાવ લગાવી શકશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 80 રૂપિયાથી  86 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓની લોટ સાઇઝ 1600 શેરનો રાખવામાં આવ્યો છે. જેના કારણે એક ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,37,600 રૂપિયાનો દાવ લગાવવો પડશે.

2- AMIC Forging Limited IPO 
આ આઈપીઓ 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ઓપન રહેશે. કંપની 27.62 લાખ ફ્રેશ શેર ઈશ્યૂ કરશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 121 રૂપિયાથી 126 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અહીં એક લોટમાં 1 હજાર શેર છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 126000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. 

3- Deepak Chemtex Limited IPO 
આ આઈપીઓમાં 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકશો.  આ આઈપીઓ દ્વારા 28.8 લાખ નવા શેર જારી થશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 76 રૂપિયાથી 80 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. એક રિટેલ ઈન્વેસ્ટરે 1600 શેર માટે અરજી કરવી પડશે. 

4- Net Avenue Technologies Ltd
આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ખુલશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 16 રૂપિયાથી 18 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. એક લોટમાં 8000 શેર રાખવામાં આવ્યા છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરોએ  144000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. 

5- Marinetrans India Limited IPO
કોઈપણ ઈન્વેસ્ટર આ આઈપીઓ પર 30 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી દાવ લગાવી શકશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 26 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓના એક લોટમાં 4000 શેર રાખવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news