વાઈબ્રન્ટ ગુજરાત 2021ના આયોજનને લઈને CM રૂપાણીનું મહત્વનું નિવેદન
ગુજરાત સરકારે આજે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 (industrial policy 2020 )ની જાહેરાત કરી છે. જેમાં ઉદ્યોગોનો ગ્રોથ થાય તે હેતુથી અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત (vibrant gujarat) ના આયોજનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2021 હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે સમયે નિર્ણય લેવાશે. ભવિષ્યમાં તો વાઇબ્રન્ટ કાર્યક્રમ થવાના છે. આ પરંપરા ચાલુ રહેશે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત સરકારે આજે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 (industrial policy 2020 )ની જાહેરાત કરી છે. જેમાં ઉદ્યોગોનો ગ્રોથ થાય તે હેતુથી અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત (vibrant gujarat) ના આયોજનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2021 હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે સમયે નિર્ણય લેવાશે. ભવિષ્યમાં તો વાઇબ્રન્ટ કાર્યક્રમ થવાના છે. આ પરંપરા ચાલુ રહેશે.
નવી ઉદ્યોગનીતિમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મૂકાયો છે. જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગનીતિ જાહેર કરવા માટે અમે ટાસ્ક સમિતિ બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા. જેના બાદ નિર્ણયો લેવાયા છે. પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તે બાબતનું ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015 ની જૂની પોલિસીના ઘણા ફિચર નવી પોલીસીમાં યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતના આંગણે યોજાતી અત્યંત મહત્વની ઈવેન્ટ છે, જેમાં વિવિધ દેશોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં અન્ય દેશો અને ગુજરાત વચ્ચે બિઝનેસ સંબંધી એમઓયુ સાઈન કરાય છે. બે દિવસન ઉત્સવમાં અનેક મોટા રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરે છે. આ દ્રષ્ટિએ ગુજરાત માટે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ખાસ બની રહે છે. ત્યારે કોરોનાને કારણે વાઈબ્રન્ટ ગુજરાતના આયોજન પર પણ ગ્રહણ લાગ્યું છે.
રાજકોટમાં કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે : જયંતિ રવિ
રોકાણ કરવા દેશોને આમંત્રણ અપાયું
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચીનમાથી ગુજરાતમાં ખસવા માંગતી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. રેક દેશો સાછે બેઠકો કરીને તેઓને આમઁત્રણ આપ્યું છે. જાપાન સાથે ચાર બેઠકો કરી છે. કોરોનાકાળમાં ચીનમાંથી બહાર જતી કંપનીઓને તથા અન્ય દેશોને પણ ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ અપાયું છે. સરકાર ગુજરાત અને કેન્દ્ર સરકારના સહયોગથી વધુને વધુ કંપનીઓ રોજગારી આપે જાહેરાત કરીએ છીએ. આપત્તિને અવસરમાં ભણવા માટે આ પોલિસી રજૂ કરવામાં આવી છે. આવનાર પાંચ વર્ષમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે. દેશભરમાં સૌથી વધુ વિકાસ કરતું રાજ્ય બનશે. સર્વિસ સેક્ટર માટે અલગ પોલીસી બનશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર