નવી ઉદ્યોગનીતિમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિ (industrial policy) ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીય પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.

નવી ઉદ્યોગનીતિમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિ (industrial policy) ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીય પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે. આ ઉપરાંત નવા રોકાણકારોને લોન લેવામા પણ સરકાર મદદ કરશે. 

જીએસટીમાં મોટો ફેરફાર કરાયો 
ગુજરાતની નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મૂકાયો છે. જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગનીતિ જાહેર કરવા માટે અમે ટાસ્ક સમિતિ બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા. જેના બાદ નિર્ણયો લેવાયા છે. પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તે માટે આપણે નોંધપાત્ર યોગદાન આપી શકીએ એ બાબતનું ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015 ની જૂની પોલિસીના ઘણા ફિચર નવી પોલીસીમાં યથાવત રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત જીએસટી બાદ કેટલાક વેપારીઓની મુશ્કેલી થતી હતી. જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો હતો તેનાથી મુશ્કેલી થતી હતી તેમાં સુધારો કરવાનો અને સરળ કરવાનો નિર્ણય નવી પોલિસીમાં લેવામાં આવ્યો છે. ગુજરાત સાહસ કર્યું છે. જેટલું મૂડીરોકાણ આવે એના 12 ટકા રકમ તેને પરત કરવામાં આવશે. 12 ટકાના સીલીંગ સાથે તેમને પાછો આપવામાં આવશે. નવી પોલિસીમાં નિર્ણય લેવાયો કે, જેટલુ ઈન્વેસ્ટમેન્ટ આવે તેના 12 ટકા જેટલી રકમ જ તેને પાછી અપાશે. જેથી વળતરની રકમ વધુ પારદર્શક બનાવાશે. 

  • નાના અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા સુધીની લોન સબસીડી મળવા પાત્ર રહેશે
  • વ્યાજ સબસીડીમાં સાત વર્ષના સમયગાળા સુધી 7 ટકા સુધી ૩૫ લાખ સુધી સબસીડી આપવામાં આવશે.
  • ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી છૂટ આપવામાં આવશે.
  • નવી ઉદ્યોગ પોલિસીમાં મીડિયાને પણ સમાવેશ કરવામાં આવ્યો. 
  • નાના અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરીને ઉપયોગ કરશે, તો તેમને વધારાની સહાય પણ ચૂકવાશે. સૂર્ય ઉર્જા વધારાનું ઉત્પાદન સવા બે રૂપિયા લેખે સરકાર ખરીદે છે. 
  • ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે
  • મૂડીરોકાણના ૨૫ ટકા સુધીની સહાય કરવામાં આવશે. 30 કરોડ સુધીનું સપોર્ટ કે સરકાર કરશે.
  • નવી પોલિસીમાં તાલીમ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત તાલીમ લેનાર વ્યક્તિને 15000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે
  • સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે
  • આદિવાસી તાલુકાઓમાં સ્પેશિયલ રાહત આપવાની જાહેરાત નવી પોલીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ, 14 બેઠકો પર મતદાન ચાલુ

રોકાણ કરવા દેશોને આમંત્રણ અપાયું 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચીનમાથી ગુજરાતમાં ખસવા માંગતી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. રેક દેશો સાછે બેઠકો કરીને તેઓને આમઁત્રણ આપ્યું છે. જાપાન સાથે ચાર બેઠકો કરી છે. કોરોનાકાળમાં ચીનમાંથી બહાર જતી કંપનીઓને તથા અન્ય દેશોને પણ ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ અપાયું છે. સરકાર ગુજરાત અને કેન્દ્ર સરકારના સહયોગથી વધુને વધુ કંપનીઓ રોજગારી આપે જાહેરાત કરીએ છીએ. આપત્તિને અવસરમાં ભણવા માટે આ પોલિસી રજૂ કરવામાં આવી છે. આવનાર પાંચ વર્ષમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે. દેશભરમાં સૌથી વધુ વિકાસ કરતું રાજ્ય બનશે. સર્વિસ સેક્ટર માટે અલગ પોલીસી બનશે.

મુખ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે. ગુજરાતમાં રોકાણમાં 333% પણ વધારો થયો છે. ભારતમાં વધારો ૪૮ ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના msme માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news