sip investment plans: દરેક માટે પૈસાની બચત કરવી ખુબ જરૂરી હોય છે. પૈસાની બચત કરવા માટે લોકો તેનું રોકાણ કરે છે. રોકાણ કરવા માટે આમ તો ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ જો તમે પૈસાનું રોકાણ કરી સારો નફો કે મોટું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો તમારા માટે એસઆઈપીમાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ હશે. મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી તમે મોટી રકમ ભેગી કરી શકો છો. આવો જાણીએ શું છે મ્યૂચુઅલ ફંડ એસઆઈપી (SIP)માં રોકાણ કરવાની ફોર્મ્યુલા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર મહિને 11,000 ની SIP થી બનશે 1 કરોડ રૂપિયા
એસઆઈપીમાં દર મહિને રૂ. 11,000નું રોકાણ કરીને, તમે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્રિત કરી શકો છો. ધારો કે જો તમે 20 વર્ષ માટે SIPમાં દર મહિને નિયમિતપણે રૂ. 11,000નું રોકાણ કરો છો, તો 20 વર્ષ પછી તમારું કુલ રોકાણ રૂ. 26 લાખથી વધુ થશે. જો તમને દર વર્ષે 12 ટકા વળતર મળે તો પણ તમે 20 વર્ષ પછી રૂ. 1.09 કરોડનું ફંડ ઉમેરી શકો છો. જ્યારે રિટર્ન 15 ટકા છે, તો તમે રૂ. 06 કરોડનું ફંડ ઉમેરી શકો છો.


આ પણ વાંચોઃ સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?


કઈ વાતો પર નિર્ભર કરે છે રિટર્ન
SIP માં મળનાર રિટર્ન કેટલીક વાતો પર નિર્ભર કરે છે. જો તમે લાંબા સમય સુધી એસઆઈપીમાં રોકાણ કરો છો તો તમને મળનાર રિટર્ન વધુ હશે. ઓછા સમયમાં માટે રોકાણ કરવા પર મળનાર રિટર્ન ઓછું હશે. દર મહિને વધુ રોકાણ કરવાથી મળનાર રિટર્ન વધુ હશે. તેવામાં એસઆઈપીમાં વધુ લાભ મેળવવા માટે લાંબા સમય સુધી રોકાણ કરો.