Dividend Stock: આગામી સપ્તાહે શેર બજારમાં ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ટ સ્ટોક તરીકે ટ્રેડ કરવા જઈ રહી છે. આ કંપનીઓના લિસ્ટમાં Wendt India Ltd પણ સામેલ છે. કંપનીએ એક શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. જે માટે નક્કી રેકોર્ડ ડેટમાં વધુ સમય બાકી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે છે રેકોર્ડ ડેટ
કંપનીએ શેર બજારને 19 જાન્યુઆરીએ આપેલી જાણકારીમાં કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂ એક શેર પર 300 ટકાનું ડિવિડેન્ડ આપવામાં આવશે. એટલે કે યોગ્ય ઈન્વેસ્ટરોને કંપની તરફથી 30 રૂપિયાનો ફાયદો દરેક શેર પર થશે. કંપનીએ ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ 1 ફેબ્રુઆરી 2024 નક્કી કરી છે. એટલે કે જેનું નામ આ દિવસે રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ થશે.


29મી વખત ડિવિડેન્ડ આપશે કંપની
કંપની 29મી વખત ડિવિડેન્ડ આપવા જઈ રહી છે. Wendt India Ltd એ છેલ્લે ઈન્વેસ્ટરોને 1 શેર પર 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. આ ડિવિડેન્ડ સ્ટોકે પહેલીવાર 2001માં એક શેર પર 10 રૂપિયાનો નફો ઈન્વેસ્ટરો વચ્ચે વહેંચ્યો હતો. 


આ પણ વાંચોઃ ₹160 રૂપિયાનો ફાયદો, IPO નો ગ્રે માર્કેટમાં દબદબો, 2 દિવસ બાદ થશે ઓપન


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
ગુરૂવારે કંપનીના શેરનો ભાવ 12728.45 રૂપિયા પ્રતિ શેર હતો. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 50 ટકાથી વધુનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. પરંતુ છેલ્લા છ મહિનામાં કંપનીના સ્ટોકમાં માત્ર છ ટકાની તેજી આવી છે. નોંધનીય છે કે ડિવિડેન્ડ સ્ટોક માત્ર એક મહિનામાં 9 ટકા તૂટી ચુક્યો છે.


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા કોઈ એક્સપર્ટની જરૂર સલાહ લો)