₹160 રૂપિયાનો ફાયદો, IPO નો ગ્રે માર્કેટમાં દબદબો, 2 દિવસ બાદ થશે ઓપન
શેર બજારમાં આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ ઓપન થવાનો છે. BLS E-Services IPO 30 જાન્યુઆરીએ ઓપન થશે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં શાનદાર પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
Trending Photos
BLS E-Services IPO: 30 જાન્યુઆરીએ બીએલએસ ઈ-સર્વિસનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. ઈન્વેસ્ટરોની પાસે તેના પર દાવ લગાવવા માટે 1 ફેબ્રુઆરી 2024 સુધી તક રહેશે. કંપની ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. નોંધનીય છે કે આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 129 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
ગ્રે માર્કેટમાં કંપનીનો દબદબો યથાવત (BLS E-Services IPO GMP Today) ઈન્વેસ્ટર ગેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં બીએલએસ ઈ-સર્વિસના આઈપીઓનો દબદબો યથાવત છે. ગ્રે માર્કેટમાં શનિવારે આ આઈપીઓ 160 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી રહી તો ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 118.52 ટકાનો લાભ મળી શકે છે.
ગ્રે માર્કેટમાં બીએલએસ ઈ-સર્વિસ આઈપીઓ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 23 જાન્યુઆરીએ તે 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે એક દિવસ બાદ તે 110 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે.
શું છે લોટ સાઇઝ
બીએલએસ ઈ-સર્વિસ આઈપીઓના એક લોટમાં 108 શેર છે, જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14580 રૂપિયાનો દાવ લગાવવો પડશે. એક ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1404 લોટ પર દાવ લગાવી શકે છે. નોંધનીય છે કે રિટેલ ઈન્વેસ્ટરને આઈપીઓમાં વધુમાં વધુ 10 ટકા એલોટ કરી શકાય છે.
ક્યારે થશે એલોટમેન્ટ
દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને 2 ફેબ્રુઆરીએ શેર એલોટ થશે. તો બીએસઈ અને એનએસઈમાં લિસ્ટિંગ 6 ફેબ્રુઆરીએ થશે. નોંધનીય છે કે આઈપીઓની સાઇઝ 310.91 કરોડ રૂપિયાની છે. આ ઈશ્યૂ દ્વારા 2.3 કરોડ શેર જારી થશે. જે સંપૂર્ણ રીતે ફ્રેશ શેર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે