નવી દિલ્હી: સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)ના ગર્વનર શક્તિકાંત દાસે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. આ દરમિયાન આરબીઆઇ ગર્વનરે અર્થવ્યવસ્થા પર ચર્ચા કરી. આ નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક પહેલાં ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે. નાણા મંત્રી સાથે મુલાકાત બાદ આરબીઆઇ ગર્વનરે કહ્યું કે ટેક્સમાં ઘટાડો કરવો દેશની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની પાસે રોકાણ માટે વધુ પસિઆ હશે
તેમણે કહ્યું કે સરકારના આ પગલા બાદ લોકો પાસે રોકાણ માટે વધુ પૈસા હશે. તેનાથી દેશમાં વધુમાં રોકાણ આવશે. દેશની અર્થવ્યવસ્થામાં વિદેશી રોકાન વધવાથી ભારતની સ્થિતિ સારી થશે. ઘરેલૂ કંપનીઓની રોકડની સ્થિતિમાં સુધારો થશે, જેથી તે વધુમાં વધુ રોકાણ કરી શકશે. 


આ પ્રકારે કુલ મળીને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને દેશની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે. એમ માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઇ ગર્વનરની એમપીસીની બેઠક પહેલાં નાણા મંત્રી સાથે મુલાકાત દરમિયાન બંને વચ્ચે અર્થવ્યવસ્થા સુધારા પર ગહન ચર્ચા થઇ.