નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે દેશની ઇકોનોમીને લઈને સતત નેગેટિવ આંકડા આવી રહ્યાં છે.  આ માહોલમાં એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેન્કના તાજા આંકડા જણાવે છે કે, 29 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડા 3.43 અબજ ડોલર વધ્યો છે. આ વધારા સાથે વિદેશી મુદ્રા ભંડાર 493.48 અબર ડોલર (37 લાખ કરોડ રૂપિયા)ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ સાપ્તાહિક આધાર પર વિદેશી મુદ્રા ભંડારના આંકડા રજૂ કરે છે. દેશની અર્થવ્યસ્થાની મજબૂતીનું પ્રતિક માનવામાં આવે છે. 


શું છે તેનું મહત્વ?
આ વધારાનો મતલબ તે થયો કે સરકારી ખજાનામાં વેપારની લેણદેણ માટે વિદેશી મુદ્રા ભંડારની કમી નથી. હકીકતમાં વિદેશી મુદ્રા ભંડાર કોઈપણ દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા રાખવામાં આવેલી ધનરાશિ કે અન્ય પરિસંપત્તિઓ હોય છે જેથી જરૂરીયાત પડવા પર પોતાના દેવાદારોને ચુકવણી કરી શકાય. આ ભંડાર એક કે એકથી વધુ મુદ્રામાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે આ ભંડાર ડોલર કે યૂરોમાં રાખવામાં આવે છે. 


EPFO અંશધારકો માટે એલર્ટ: આ રીતે મેળવી શકો છો 50 હજાર સુધીની નિવૃત્તિ ભેટ


કોરોના સંકટમાં પણ કેમ વધ્યો ભંડાર
આ વધારો તેવા સમયે થયો છે, જ્યારે દેશની ઇકોનોમી કોરોના અને લૉકડાઉનને કારણે સુસ્ત જોવા મળી રહી છે. પરંતુ સવાલ છે કે કોરોના સંકટ બાદ પણ આ વધારો કેમ થયો છે. તે સમજ્યા પહેલા જાણવું જરૂરી છે કે મે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય લૉકડાઉનને કારણે ઈંધણની માંગ પણ ઓછી રહી છે. 


કહેવાનો અર્થ તે છે કે કાચા તેલની સસ્તી અને ઓછી ખરીદી થઈ છે. આ કારણે સરકારે ઓછા ડોલરની ચુકવણી કરવી પડી છે. તેથી સ્પષ્ટ છે કે ડોલરની ઓછી ચુકવણીને કારણે બચત થઈ અને વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. વધારાનો આ સિલસિલો છેલ્લા કેટલાક સપ્તાહથી ચાલી રહ્યો હતો પરંતુ આ વખતે વધારો રેકોર્ડ સ્તર પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર