નવી દિલ્હી :  કોરોના વાયરસના સંકટ વચ્ચે કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય દ્વારા નાણાકીય વર્ષ 2019-20નાં જીડીપી ગ્રોથ રેટના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો જીડીપી ગ્રોથ 4.2 ટકા રહ્યું. આ પહેલા જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ જીડીપીનો ગ્રોથ રેટ 5 ટકા રહેવાનું અનુમાન છે. કહેવાનો અર્થ છે કે જીડીપીનાં હાલના આંકડા સરકારનાં અનુમાનથી 0.8 ટકા ઓછું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા

ચોથા ત્રિમાસિકનો ગાળો
નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે જીડીપી ગ્રોથ રેટ 3.1 ટકા રહેવા પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં દેશની ઇકોનોમિ પર કોરોનાની ખરાબ અસર પડી છે. આ જ કારણ છે કે પહેલાથી જ આ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટમાં મોટા ઘટાડાની આશંકા હતી. 


સાળીનાં લગ્નમાં પહોંચેલા બનેવી નિકળ્યો કોરોના પોઝિટિવ, તમામ મહેમાનો ક્વોરન્ટાઇન કરાયા

ડિસેમ્બર ત્રિમાસિકનાં આંકડાઓ શું હતા
ગત્ત વર્ષે 2019-20 ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 4.7 ટકા પર આવી ચુક્યો છે. આ ઉપરાંત 2019-20નાં પહેલા ત્રિમાસિક માટે જીડીપી ગ્રોથ રેટને સંશોધિત કરીને 5.6 ટકા અને બીજા ત્રિમાસિક માટે 5.1 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ અગાઉ નાણાકીય વર્ષ 2018-19નાં પહેલા ત્રિમાસિક ગાળામાં 8 ટકા રહેવાની હતી. બીજો ત્રિમાસિકમાં તે ઘટીને 7 ટકા પર આવી ગઇ. આ પ્રકારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો દર 6.6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં તે 5.8 ટકા પર રહી.


''અમે સમજીએ છીએ કે...'' રેલમંત્રી Piyush Goyal એ જનતાને કરી ભાવુક અપીલ

આગળ સ્થિતી સુધરશે?
જો કે મહત્વની વાત છે કે, કોરોનાનાં કારણે આગળ પણ સ્થિતીઓ સુધારો થતો નથી દેખાતો. ગત્ત દિવસોમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ આ સ્વિકાર કર્યો કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના જીડીપીમાં ગ્રોથ નેગેટિવ રહેશે એટલે કે મોટો ઘટાડો આવશે. કોરોના સંકટને જોતા મોદી સરકારે સરેરાશ 20 લાખ કરોડનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. દેશની સામે આ પેકેજનો અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ મુકી ચુક્યા છે. જો કે તમામ રેટિંગ્સ એજન્સીઓનો અંદાજ આ રાહત પેકેજથી જીડીપીનો કોઇ ફાયદો નહી થાય.


છત્તીસગઢનાં પ્રથમ CM અને દિગ્ગજ નેતા અજીત જોગીનું નિધન


કોર ઇન્ડસ્ટ્રીના આંકડા પણ ખુબ જ ચોંકાવનારા
બીજી તરફ એપ્રીલ મહિનામાં કોર ઇન્ડસ્ટ્રીના આંકડાઓ પણ આવ્યા. આઠ મુખ્ય ઉદ્યોગોવાળી કોર સેક્ટરનાં ઉત્પાદનમાં 38.1 ટકાનો ઘટાડો થયો છે. માર્ચ 2020 માં આઠ કોર સેક્ટરમાં ઉત્પાદનમાં 9 ટકાનો ઘટાડો આવ્યો હતો. કોર સેક્ટરનાં ઇન્ડસ્ટ્રીમાં કોલસો, સીમેન્ટ, સ્ટીલ, નેચરલ ગેસ, રિફાઇનરી, વિજળી, ક્રુડ ઓઇલનો સમાવેશ કરવામાં આવે છે. કોરોના વાયરસનાં પ્રકોપને કારણે તેના ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube