અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા

છત્તીસગઢ રાજ્યનાં પહેલા મુખ્યમંત્રીનું 74 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેમણે 29 મેનાં રોજ અંતિમ શ્વાસ લીધા. અજીત જોગી પહેલા એવા નેતા હતા જે અગાઉ બ્યુરોક્રેટ હતા. ત્યાર બાદ રાજનીતિમાં આવ્યા. તેમણે પહેલા આઇપીએસની પરીક્ષા પાસ કરી અને ત્યાર બાદ 2 વર્ષમાં આઇએએસ બની ગયા. મધ્યપ્રદેશ રાજ્યની સેવા કરી. તે સતત 13 વર્ષ સુધી કલેક્ટર રહ્યા તે પણ એક પ્રકારનો રેકોર્ડ છે. 

Updated By: May 29, 2020, 06:04 PM IST
અજીત જોગીને રાત્રે 2.30 વાગ્યે રાજીવ ગાંધીનો ફોન આવ્યો, કલેક્ટરી છોડીને નેતા અને CM બન્યા

રાયપુર : છત્તીસગઢ રાજ્યનાં પહેલા મુખ્યમંત્રીનું 74 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેમણે 29 મેનાં રોજ અંતિમ શ્વાસ લીધા. અજીત જોગી પહેલા એવા નેતા હતા જે અગાઉ બ્યુરોક્રેટ હતા. ત્યાર બાદ રાજનીતિમાં આવ્યા. તેમણે પહેલા આઇપીએસની પરીક્ષા પાસ કરી અને ત્યાર બાદ 2 વર્ષમાં આઇએએસ બની ગયા. મધ્યપ્રદેશ રાજ્યની સેવા કરી. તે સતત 13 વર્ષ સુધી કલેક્ટર રહ્યા તે પણ એક પ્રકારનો રેકોર્ડ છે. 

અજીતની રાજનીતિમાં એન્ટ્રી એક ફિલ્મી અંદાજમાં થઇ. અજીત જોગીએ કોંગ્રેસ સાથેના સંબંધો જગજાહેર હતા. તેમાં પણ તે રાજીવ ગાંધીનાં ખુબ જ પસંદગીનાં નેતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઇંદોર કલેક્ટર રહેવા દરમિયાન અજીત જોગીને રાજનીતિમાં એન્ટ્રી કરાવી હતી. આ પણ એક રસપ્રદ કિસ્સો છે. જાણકારોના અનુસાર જ્યારે અજીત જોગી ઇંદોરના કલેક્ટર હતા તો રાજીવ ગાંધીએ રાત્રે અઢી વાગ્યે ફોન કરીને અજીત જોગીને જગાડ્યા હતા. કહ્યું કે, તમારે રાજ્યસભા જવાનું છે.

સાળીનાં લગ્નમાં પહોંચેલા બનેવી નિકળ્યો કોરોના પોઝિટિવ, તમામ મહેમાનો ક્વોરન્ટાઇન કરાયા

વાત 1985 ના વર્ષની છે. ઇંદોર રેસિડેન્સી એરિયા ખાતે કલેક્ટરનાં બંગ્લામાં કલેક્ટર જોગી સુઇ રહ્યા હતા. રાત્રે 2.30 વાગ્યા અચાનક ફોન આવ્યો. ફોન એક કર્મચારીએ ઉપાડ્યો. તેણે ફોન પર કહ્યું કે, કલેક્ટર જોગી સુઇ રહ્યા છે. ત્યારે ફોન પર રાજીવ ગાંધીનાં પીએ જ્યોર્જે કડક અંદાજમાં કહ્યું કે, કલેક્ટર સાહેબને ઉઠાડો અને વાત કરાવો. જ્યારે જોગી ફોન પર આવ્યા તો બીજી તરફ રાજીવ ગાંધીનો અવાજ આવ્યો. રાજીવ ગાંધીએ તેમને રાજનીતિમાં આવવાનો પ્રસ્તાવ આવ્યો. બસ આ ફોન બાદ જોગી ઇંદોર કલેક્ટરનાં બદલે નેતા બની ગયા. 

''અમે સમજીએ છીએ કે...'' રેલમંત્રી Piyush Goyal એ જનતાને કરી ભાવુક અપીલ

તે રાત્રે દિગ્વિજય સિંહ કલેક્ટર આવાસ ખાતે પહોંચીને રાજીવ ગાંધીનો સમગ્ર સંદેશ અજીત જોગીને કહ્યો. જોગી હવે નેતા બની ચુક્યા હતા. તેમણે કોંગ્રેસ જોઇન કરી લીધી. થોડા દિવસ બાદ તેમણે કોંગ્રેસની ઓલ ઇન્ડિયા કમિટી ફોર વેલફેર ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ ટ્રાઇબ્સનાં મેંબર બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓને રાજ્યસભા મોકલી દેવામાં આવ્યા. 

છત્તીસગઢનાં પ્રથમ CM અને દિગ્ગજ નેતા અજીત જોગીનું નિધન

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી તે સમયે ઓલ્ડ ગાર્ડ્સને ઠેકાણે પહોંચાડીને નવી ટીમ બનાવી રહ્યા હતા. મધ્યપ્રદેશથી દિગ્વિજય સિંહ તેમની યાદીમાં સૌથી પહેલા નેતા હતા. છત્તીસગઢ જેવા આદિવાસી વિસ્તાર માટે તેમને નવા ઉર્જાવાન નેતાની જરૂરત હતી. એવા યુવાનની જો વિદ્યાચરણ, શ્યામાચરણ શુક્લા બ્રધર્સને પડકારી શખે. રાજીવ ગાંધીનાં આ ફર્મામાં અજીત જોગી બિલ્કુલ ફિટ બેસતા હતા. 

ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર

જાણકારોના અનુસાર કોંગ્રેસમાં આવ્યા બાદ અજીત જોગીની ગાંધી પરિવાર સાથેનાં સંબંધો ખુબ જ મજબુત બન્યા. અજીત જોગી સીધી અને શહડોલમાં લાંબો સમય સુધી કલેક્ટર રહ્યા. તે સમયે મધ્યપ્રદેશમાં અર્જુન સિંહનો સિક્કો ચાલતો હતો. અજીત જોગીએ હવા અનુસાર અર્જુન સિંહને પોતાનાં ગોડફાદર બનાવ્યા. કોંગ્રેસની સાથ એવો પકડ્યો કે સીધઆ મુખ્યમંત્રી જ બન્યા. વર્ષ 2013માં કોંગ્રેસમાંથી મોહભંગ થયો અને પોતાની નવી પાર્ટી બનાવી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube