Ayodhya Ram Mandir: આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ ભારત સહિત સમગ્ર વિશ્વની નજર અયોધ્યા પર કેન્દ્રિત રહેશે. કારણ કે, રામલલાને ભવ્ય સમારોહ સાથે પવિત્ર કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગને વિશેષ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી પર્યટનને વેગ મળશે અને રામ નગરીમાં રોજગાર વધશે. એટલું જ નહીં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ કેટલીક કંપનીઓના શેરમાં પણ સારો એવો વધારો જોવા મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ
15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો


અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ રોકાણકારો આ કંપનીઓના શેર પર નજર રહેવાની છે. એનડીટીવીના અહેવાલ મુજબ, અયોધ્યા શહેરમાં વિકાસ કાર્ય કરી રહેલી કંપનીઓના શેરમાં વધારો થયો છે. કારણ કે ધાર્મિક પ્રવાસન સ્થળ બનવાની સંભાવના છે.


દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા
Budget Pick 2024: બજેટ પહેલાં બાજી મારશે આ શેર, મળશે 32% ટકા સુધીનું રિટર્ન


આ શેર્સમાં જોવા મળ્યો મોટો ઉછાળો 
આ શેરોમાં પ્રવેગ લિમિટેડનો સમાવેશ થાય છે, જેણે અયોધ્યા નજીક લક્ઝરી ટેન્ટ લગાવ્યા છે, એલાઈડ ડિજિટલ સર્વિસિસ લિમિટેડ, જેને CCTV સર્વેલન્સ નેટવર્ક માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે, આ બંને કંપનીઓના શેરમાં છેલ્લા એક મહિનામાં 55% થી વધુનો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ કામત હોટેલ્સ ઈન્ડિયા લિમિટેડે આ સમયગાળા દરમિયાન લગભગ 35% નફો કર્યો હતો.


અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ
આ ઇરાની છોડની ખેતી કરીને કેટલાય ખેડૂતો બન્યા કરોડપતિ, ઓછા ખર્ચમાં મળે છે તગડો નફો


અયોધ્યામાં પ્રવાસનની અપાર સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં ભગવાન રામને સમર્પિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યામાં તીર્થયાત્રા અને પર્યટનના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ગયા મહિને અહીં નવું એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખોલવામાં આવ્યું હતું. આ પછી, હોટેલ્સ, રિટેલર્સ અને બેંકો પણ આ શહેરમાં તેમના વ્યવસાયને વિસ્તારવા માંગે છે.


Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર
દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન


પ્રવેગ લિમિટેડે કહ્યું કે ઉદ્ઘાટન પહેલા જ અયોધ્યા માટે ટ્રાવેલ એજન્ટો પાસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બ્રોકરેજ કંપની બોનાન્ઝા પોર્ટફોલિયો લિમિટેડના વિશ્લેષક વૈભવ વિદવાણીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં સીસીટીવી કેમેરા સેટઅપ કરવા માટે એલાઈડ ડિજિટલને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને કારણે કંપની હેડલાઈન્સમાં છે. એવામાં તેની અસર કંપનીઓના શેર પર જોવા મળી શકે છે.


પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો
Budget Pick 2024: બજેટ પહેલાં બાજી મારશે આ શેર, મળશે 32% ટકા સુધીનું રિટર્ન