નવી દિલ્હી: 31 માર્ચના નાણાકીય વર્ષ 2020-21 સમાપ્ત થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ અત્યાર સુધીમાં આધાર પાન લિંકિંગ, ITR ફાઇલિંગ જેવા આ 10 જરૂરી કામ પૂર્ણ કર્યા નથી તો વધુ વિલંબ ના કરો. જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લો કેમ કે, 1 એપ્રિલથી ઘણા નિયમો બદલાઈ જશે અને તમારે દંડ ભરવો પડી શકે છે. આવા જાણીએ ક્યા છે આ જરૂરી કામ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવું
પાનકાર્ડ (PAN Card) સાથે આધારકાર્ડને (Aadhaar Card) લિંક છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે 31 માર્ચ સુધીમાં PAN ને Aadhaar સાથે લિંક નહીં કરો તો તમારે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તમારું પાન Deactivate થઈ શકે છે અને આ પછી 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.


કેવી રીતે લિંક કરવું: તમે ફોનથી મેસેજ મોકલીને આધાર-પાનને લિંક કરી શકો છો. સૌથી પહેલાં તમે કેપિટલ લેટરમાં IDPN લખો, પછી સ્પેશ આપીને આધાર નંબર અને પાન નંબર લખો. આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો. ત્યારબાદ આવકવેરા વિભાગ બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરશે, અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને મેસેજ દ્વારા પુષ્ટિ મળશે.


આ પણ વાંચો:- રેલવે મંત્રાલય 2023-24 સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું 100% વીજળીકરણ કરશે


7 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય
1 એપ્રિલથી 7 બેંકોની ચેકબુક અમાન્ય થઈ જશે. જેમાં દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. આ બધી બેંકો છે જે બીજી બેંકમાં મર્જ થઈ ગઈ છે. એટલે કે, જો આ 7 બેંકોમાં તમારું કોઈ ખાતું છે, તો ઝડપથી તમારી નવી ચેકબુક અને IFSC કોડ શોધી કાઢો.


GST રિટર્ન ફાઇલ
નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક જીએસટી રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી હતી. જો તમે છેલ્લી તારીખ પછી રિટર્ન ફાઇલ કરશો તો તમારે 200 રૂપિયા દંડ ભરવો પડશે.


આ પણ વાંચો:- SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર


પીએમ કિસાન સન્માન નિધિ
31 માર્ચ એ પીએમ કિસાન સન્માન નિધિમાં (PM Kisan Samman Nidhi) નોંધણી માટેની છેલ્લી તારીખ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે નોંધણી કાર્ય 31 માર્ચ પહેલા પૂર્ણ કરવું પડશે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે.


Home Loan પર વ્યાજ છૂટનો ફયાદો
SBI, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને HDFC એ સસ્તી હોમ લોન ઓફર કરી છે. SBI, ICICI બેંકમાં 31 માર્ચ 2021 સુધીના હોમ લોનના દર 6.70 ટકા છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકમાં 6.65 ટકા છે. તે જ સમયે, એચડીએફસીએ તેના ગ્રાહકો માટે હોમ લોન પરના વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.


આ પણ વાંચો:- વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણને 49 ટકાથી વધારી 74 ટકા કરવાનું બિલ રાજ્યસભામાં પાસ


LTC કેશ વાઉચર સ્કીમ
કોરોનાને કારણે, સરકારી કર્મચારીઓ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21 માં LTC નો લાભ લઈ શક્યા નહીં. આને કારણે સરકારે LTC કેશ વાઉચર યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, લોકો 12 ઓક્ટોબર 2020 થી 31 માર્ચ 2021 સુધી કોઈપણ માલ અથવા સેવાની ખરીદી કરીને LTC નો દાવો પણ કરી શકે છે.


ECLGS અંતર્ગત લોન
સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગના (MSMEs) ફાયદો પહોંચાડવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમના (ECLGS) અંતર્ગત 31 માર્ચ સુધી લોન મેળવી શકાશે. સરકારે આ માટે 3 લાખ કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે.


વિવાદથી વિશ્વાસ યોજના
આવકવેરા વિભાગે ડાયરેક્ટ ટેક્સ (Direct Tax) વિવાદ નિવારણ યોજના 'વિવાદથી વિશ્વાસ' હેઠળ વિગતો આપવાની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે. ચુકવણી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. આ યોજનાનો હેતુ બાકી વેરા વિવાદોને હલ કરવાનો છે.


આ પણ વાંચો:- Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો શું છે નવી કિંમત


ઇનકમ ટેક્સમાં છૂટ
જો તમે આવકવેરા બચતનો (Income Tax Saving) લાભ લેવા માટે નીતિ ખરીદવા જઇ રહ્યા છો, તો તમારે 31 માર્ચ પહેલા આ નીતિ ખરીદવી પડશે. આવકવેરાની કલમ 80C અને 80D હેઠળ કરવામાં આવેલા રોકાણોને ફક્ત કર મુક્તિનો લાભ મળે છે.


2019-20 માટે બિલેટેડ ITR
2019-20 માટે મોડી અથવા સુધારેલી આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત પૂરી થયા પછી બેલેટેડ રીટર્ન ફાઇલ (Belated Return File) કરવાનો નિયમ છે. 10 હજાર રૂપિયાની લેટ ફી સાથે બિલેટેડ રીટર્ન 1 એપ્રિલ પહેલા જમા કરાવવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube