SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, નહીં જાણો તો પસ્તાશો

Online Bank Fraud: જો તમારું ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNB માં હોય તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે.

SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, નહીં જાણો તો પસ્તાશો

નવી દિલ્હી: Online Bank Fraud: જો તમારું ખાતું SBI, ICICI Bank, HDFC Bank, Axis Bank, PNB માં હોય તો તમારે અલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓનલાઈન ચોર આ પાંચ બેન્કોના ગ્રાહકોની અંગત જાણકારીઓ ચોરી કરવા માટે તેમને લાલચ આપીને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે. 

SBI, ICICI Bank, HDFC, Axis Bank, PNB ના ગ્રાહકો સાવધ રહે
નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સાઈબરપીસ ફાઉન્ડેશન તરફથી સાઈબર સિક્યુરિટી કંપની ઓટોબોક ઈન્ફોસેક સાથે મળીને કરાયેલી એક તપાસમાં આ ખુલાસો કરાયો છે. જેમાં કહેવાયું છે કે સાઈબર અપરાધીઓ લોકોને કહી રહ્યા છે કે જો તમને ટેક્સ રિફન્ડ જોઈએ તો એક એપ્લિકેશન મોકલો, આ સંદેશને એક લિંક સાથે મોકલવામાં આવી રહ્યો છે. લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલે છે જે એકદમ આવકવેરા ટેક્સની અસલ વેબસાઈટ જેવું જ દેખાય છે. 

ખાનગી, બેન્કિંગ જાણકારીઓ ચોરી કરી રહ્યા છે સાઈબર અપરાધીઓ
રિપોર્ટમાં કહેવાયું છે કે આ લિંક અમેરિકા અને ફ્રાન્સથી ઓપરેટ થઈ રહી છે જે સાઈબર અપરાધી લોકોની ખાનગી અને બેન્કિંગ જાણકારીઓ ચોરી કરી રહ્યા છે. તેનાથી લોકોના નાણાકીય નુકસાન થવાની આશંકા છે. આ સમગ્ર યોજનામાં 'http' પ્રોટોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. સિક્યોર 'https' નો નહીં. લોકોને લિંક મોકલીને કહેવાય છે કે Google Playstore ની જગ્યાએ તેઓ કોઈ થર્ડ પાર્ટી સોર્સથી એપ્લીકેશનને ડાઉનલોડ કરે. 

લોકોને SMS દ્વારા મોકલાઈ રહી છે લિંક
લોકોને મોકલવામાં આવેલી લિંકને ક્લિક કરતા જ નવું પેજ ખુલે છે જે બિલકુલ income tax e-filing વેબસાઈટ જેવું દેખાય છે. દરેક રંગના બટન જેના પર લખ્યું હોય છે  'Proceed to the verification steps' ને ક્લિક કરતાની સાથે જ તે તમારી પાસે અનેક જાણકારી માંગે છે, જેમ કે તમારું આખું નામ, PAN, આધાર નંબર, એડ્રસ, પિનકોડ, જન્મતિથિ, મોબાઈલ નંબર, ઈ મેઈલ, લિંગ, બેન્કિંગ જાણકારીઓ જેવી કે એકાઉન્ટ નંબર, IFSC કોડ,  કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV, CVC અને કાર્ડ પિન વગેરે. 

સરકાર DIU લાવવાની તૈયારીમાં
વધતા સાઈબર અપરાધ જોતા સરકાર ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવાની તૈયારીમાં છે. સરકાર ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ (DIU) લાવવાની તૈયારીમાં છે. IT મંત્રાલય દ્વારા આ યોજના પર કામ ચાલુ છે. ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ પોલીસ, સાઈબર સેલ અને બેન્કો સાથે સામંજસ્ય બેસાડીને કામ કરશે. DIU પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને ટેલિકોમ ઓપરેટર સાથે પણ મળીને કામ કરશે. 

ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચો
ડિજિટલ થતી બેંકિંગ વ્યવસ્થાએ ચીજોને સરળ કરવાની સાથે સાથે જોખમ પણ પેદા કર્યું છે. સાઈબર ક્રાઈમથી બચવા માટે તમારે કેટલીક સાવધાની વર્તવી જોઈએ. જેમાંથી કેટલીક અમે તમને જણાવી રહ્યા છીએ. 

1. ક્યારેય કોઈની પણ સાથે તમારો OTP શેર ન કરો. 
2. જો તમારી પાસે આવો કોઈ SMS આવે જેમાં કોઈ લિંક આપવામાં આવી છે તો તેને ક્યારેય ન ખોલો. ઓનલાઈન ફ્રોડ કરનારા હંમેશા SMS મોકલે છે જેમાં એક લિંક હોય છે. આ લિંકને ક્લિક કરતાની સાથે જ તમે ઓનલાઈન ફ્રોડનો શિકાર બની જશો. 
3. OR કોડ દ્વારા પણ ફ્રોડને અંજામ અપાય છે. આ માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં OR કોડને સ્કેન કરતા પહેલા જોઈ લો કે પૈસા તમારા એકાઉન્ટથી જઈ રહ્યા છે કે આવી રહ્યા છે. આવા ફ્રોડ સામાન્ય રીતે OLX પર વધુ જોવા મળે છે. 
4. હંમેશા મોટી અને સારી વેબસાઈટથી જ ઓનલાઈન શોપિંગ કરો. કોઈ પણ અજાણી સાઈટથી શોપિંગ ન કરો. આવી વેબસાઈટ પર સામાન વધુ સસ્તામાં દેખાડીને ફ્રોડ કરવામાં આવે છે. ફ્રોડ બાદ આવી કંપનીઓ સાથે સંપર્ક પણ મુશ્કેલ બની જાય છે. 
5. તમારું ક્રેડિટ/ડેબિટ કાર્ડ તમારી સામે જ સ્વાઈપ કરાવો. નાના ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ ટેપ કરાવો. તમારો ATM નો પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news