વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણને 49 ટકાથી વધારી 74 ટકા કરવાનું બિલ રાજ્યસભામાં પાસ
વીમા ક્ષેત્રમાં FDI ની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાની જોગવાઈ વાળું વીમા (સંશોધન) બિલ, 2021ને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વીમા (સંશોધન) બિલને રાજ્યસભા (Rajyasabha) ની મંજૂરી મળી ગઈ છે. આ બિલમાં વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણને 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અહીં ધ્યાન રહે કે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitaraman) એ વિદેશી રોકાણને વધારવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમને રાજ્યસભામાં બિલ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યુ કે, વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરવાથી આ ક્ષેત્રની કંપનીઓને વધતી મૂડીની જરૂરીયાત પૂરી કરવામાં મદદ મળશે. સીતારમને કહ્યુ કે, આ સંશોધન તે માટે લાવવામાં આવ્યું છે કે કંપનીઓ નક્કી કરી શકે કે તેને કઈ મર્યાદા સુધી એફડીઆઈ લેવં છે. તેમણે કહ્યું, આ તો ન વિનિવેશની વાત છે અને ન ખાનગીકરણ વાળી વાત છે.
નાણામંત્રીએ કહ્યું, 'વીમા ક્ષેત્રના નિયામકે બધા પક્ષો સાથે ઉંડી ચર્ચા વિચારણા કર્યા બાદ આ ક્ષેત્રમાં પ્રત્યેક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું, 2015માં જ્યારે વીમા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા વધારી 49 ટકા કરવામાં આવી હતી ત્યારબાદથી 26,000 કરોડનું રોકાણ આવ્યું છે.'
ઉપલા ગૃહમાં વીમા (સંશોધન) બિલ પર ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું કે, વીમા ક્ષેત્ર અત્યંત વિનિયમિત ક્ષેત્ર છે જેમાં દરેક વસ્તુ, ત્યાં સુધી કે રોકાણથી લઈને માર્કેટિંગ સુધીનું વિનિવેશ થાય છે. તેમણે કહ્યું કે, વીમા કંપનીઓ તરલતાના દબાવનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે, વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરવાથી આ ક્ષેત્રની કંપનીઓને વધતી મૂડીની જરૂરીયાત પૂરી કરવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે