December New Rules 2022 : 1 ડિસેમ્બરથી બદલી જશે 5 મોટા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર
દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે સામાન્ય રીતે કેટલાક ફેરફાર થાય છે. કોઈ નવો નિયમ અમલમાં આવે છે કે કોઈ જૂના નિયમમાં ફેરફાર થાય છે, તેવામાં એક ડિસેમ્બરથી ઘણા નિયમ બદલવાના છે.
નવી દિલ્હીઃ New Rules from 1st December 2022 : હવે એક દિવસ બાદ નવેમ્બપ મહિનો પૂરો થવાનો છે અને વર્ષનો છેલ્લો મહિનો (1st December 2022) શરૂ થવાનો છે. નોંધનીય છે કે દેશમાં દર મહિનાની પહેલી તારીખે કેટલાક ફેરફાર થાય છે. કોઈ નવો નિયમ અમલમાં આવે છે કે અથવા કોઈ નિયમમાં સંશોધન થતું હોય છે, તેવામાં આ વખતે પણ 1 ડિસેમ્બરે કેટલાક નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા જીવન પર જોવા મળશે. ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરની કિંમતો, જીવન પ્રમાણ પત્ર લાસ્ટ ડેટથી લઈને ટ્રેન ટાઇમ ટેબલ સહિત ઘણા મોટા ફેરફાર જોવા મળવાના છે. આવો જાણીએ એક ડિસેમ્બરથી ક્યા-ક્યા ફેરફાર થવાના છે.
LPG ગેસ કિંમતોમાં થશે ફેરફાર
દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. પાછલા મહિને સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. પરંતુ 14 કિલોના ઘરેલૂ સિલિન્ડરની કિંમત યથાવત છે. હવે સંભાવના છે કે 1 ડિસેમ્બરના એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવની જાહેરાત થઈ શકે છે. ગ્લોબલ માર્કેટમાં ગેસની કિંમતોમાં વધારો જોઈ અનુમાન લગાવી શકાય છે કે નવા મહિનાથી સિલિન્ડરની કિંમતમાં વૃદ્ધિ થઈ શકે છે.
આ પણ વાંચોઃ સતત ચોથા દિવસે સેન્સેક્સ-નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો, બજાર ઐતિહાસિક સ્તર પર બંધ
જમા કરી દો લાઇફ સર્ટિફિકેટ
પેન્શનરો માટે જરૂરી સમાચાર છે. પેન્શન મેળવવા માટે પોતાનું લાઇફ સર્ટિફિકેટ 30 નવેમ્બર 2022 પહેલા જમા કરાવવું જરૂરી છે. જો તમે તે સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો તમારૂ પેન્શન પણ રોકાઈ શકે છે. પેન્શનભોગી વ્યક્તિગત રૂપથી કે ઓનલાઇન શાખામાં જઈને જીવન પ્રમાણ પત્ર જમા કરી શકે છે. તેમણે આ કામ 30 નવેમ્બર સુધી પૂરુ કરવું પડશે.
ટ્રેનોના સમયમાં થશે ફેરફાર
1 ડિસેમ્બરથી ઠંડી વધી વધવા અને ઝાકળને કારણે ઘણી ટ્રોનાના સમયમાં ફેરફાર થાય છે. આ સિવાય ઘણી ટ્રેન કેન્સલ પણ કરવામાં આવે છે. તેવામાં ભારતીય રેલવેએ ડિસેમ્બર 2022 અને ફેબ્રુઆરી-માર્ચ 2023 વચ્ચે ત્રણ મહિનાના સમય માટે 50થી વધુ ટ્રેન સેવા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રેલ યાત્રીકોને સલાહ આપવામાં આવે છે કે પોતાની યાત્રાની યોજના બનાવતા પહેલા રદ્દ અને આંશિક રૂપથી રદ્દ કરવામાં આવેલી ટ્રેનોનું લિસ્ટ જોઈ લે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારે બદલ્યો મોટો નિયમ, ખતમ થઇ જશે પેન્શન અને ગ્રેજ્યુટી
મોંઘા થશે Hero MotoCorp ના ટૂ-વ્હીલર્સ
દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર બનાવનારી કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) પોતાની મોટરસાયકલ અને સ્કૂટરના એક્સશોરૂમ કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. બંને ટૂ-વ્હીલર પર નવી કિંમતો 1 ડિસેમ્બર 2022થી લાગૂ થશે. ટૂ-વ્હીલરની કિંમતોમાં 1500 રૂપિયાનો વધારો થશે. માર્કેટ અને ગાડીઓના મોડલ પ્રમાણે વધારેલી કિંમતો અલગ-અલગ હશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube