પેન્શન અને ગ્રેજ્યુટીના નિયમમાં ફેરફાર, કામમાં લાલિયાવાડી કરનાર કર્મચારીઓને ભોગવવું પડશે આર્થિક નુકસાન

Gratuity and Pension: સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પર બોનસ અને ડીએ વધારવાની ભેટ આપ્યા બાદ એક મોટો આંચકો આપ્યો છે. સરકારે એક સખત નિર્દેશ જાહેર કર્યા છે, જેના અંતગર્ત કર્મચારીઓની એક ભૂલ તેમની પેંશન અને ગ્રેજ્યુટીને અટકાવી શકે છે. 

પેન્શન અને ગ્રેજ્યુટીના નિયમમાં ફેરફાર, કામમાં લાલિયાવાડી કરનાર કર્મચારીઓને ભોગવવું પડશે આર્થિક નુકસાન

Gratuity and Pension New Rule: કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકાર 18 મહિનાના એરિયર આપવા વિશે વિચાર કરી શકે છે, પરંતુ આ દરમિયાન સરકારે મોટા નિયમમં ફેરફાર કરી દીધો છે. જોકે સરકારે કર્મચારીઓ માટે એક સખત ચેતાવણી પણ જાહેર કરી છે અને જો કર્મચારીઓએ તેની અવગણના કરી તો તેમને પોતાની નિવૃતિ બાદ પેન્શન તથા ગ્રેજ્યુટીથી વંચિત થવું પડશે. એટકે કે કર્મચારીઓની બેદરકારી તેમને મોટા નુકસાનમાં નાખી શકે છે. 

જોકે, સરકારે કર્મચારીઓના કામને લઇને ચેતાવણી જાહેર કરી છે. જો કોઇ કર્મચારી કામમાં બેદરકારી કરે છે તો સરકારના નવા નિયમ અનુસાર નિવૃતિ બાદ તેના પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાનો નિર્દેશ આપ્યા છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગૂ પડશે, પરંતુ આગળ જઇને તેના પર રાજ્ય સરકાર પણ અમલ કરી શકે છે. 

જાહેર થયું નોટિફિકેશન
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) રૂલ 2021 અંતગર્ત એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સીસીએસ (પેન્શન) નિયમ 2021 ના રૂલ 8 માં ફેરફાર કર્યો હતો, જેમાં નવી જોગવાઓ ઉમેરવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રીય કર્મચારીઓ પોતાના સેવાકાળ દરમિયાન કોઇ ગંભીર અપરાધ અથવા બેદરકારીમાં દોષી મળી આવશે તો નિવૃતિ બાદ તેની ગ્રેજ્યુટી અને પેન્શન અટકાવી દેવામાં આવશે. 

આ પણ વાંચો: Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ

અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકાર તરફથી બદલાયેલા નિયમમાં જાણકારી તમામ સંબંધિત જોગવાઇઓ મોકલવામાં આવી છે. એટલું જ નહી તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે દોષી કર્મચારીઓની જાણકારી મળે છે તો તેમની પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે કે સરકાર આ વખતે આ નિયમને લઇને સખત છે. 

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?

જાણો કોણ કરશે કાર્યવાહી? 
- એવા પ્રેસિડેન્ટ જે નિવૃત કર્મચારીઓના અપ્વાઇંટિંગ ઓથોરિટીમાં સામેલ રહે છે, તેમને ગ્રેજ્યુટી અથવા પેંશન રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 
- એવા સચિવ જે સંબંધિત મંત્રાલય અથવા વિભાગ સાથે જોડાયેલા હોય તેના અંતગર્ત થનાર કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે. તેમને પણ પેંશન અને ગ્રેજ્યુટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 
- જો કોઇ કર્મચારી ઓડિટ અને એકાઉન્ટ વિભાગ સાથે નિવૃત થયા છે તો સીએજીના દોષી કર્મચારીઓના નિવૃત થયા બાદ પેન્શન અને ગ્રેજ્યુટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 

કેવી રીતે થશે કાર્યવાહી? 
- જાહેર થયેલા નિયમ અનુસાર નોકરી દરમિયાન જો તે કર્મચારીઓ વિરૂદ્ધ કોઇ વિભાગીય અથવા ન્યાયિક કાર્યવાહી થઇ તો તેમની જાણકારી પણ સંબંધિત અધિકારીઓને આપવી જરૂરી હશે. 
- જો કોઇ કર્મચારી નિવૃતિ થયા બાદ પેન્શન અને ગ્રેજ્યુટીની ચૂકવણી લઇ ચૂકી છે અને પછી દોષી સાબિત થાય છે કે તો તેને પેન્શન અથવા ગ્રેજ્યુટીની પુરી અથવા આંશિક રાશિ વસૂલવામાં આવી શકે છે. 
- ઓથોરિટી ભલે કર્મચારીઓના પેન્શન અથવા ગ્રેજ્યુટીને સ્થાયી અથવા થોડા સમય માટે રોકી શકાય છે. 

લેવી પડશે ભલામણ
આ નિયમ અનુસાર આવી સ્થિતિમાં કોઇપણ ઓથોરિટીને અંતિમ આદેશ આપતાં પહેલાં યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનથી ભલામણ લેવી પડશે. તેમાં એ પણ જોગવાઇ છે કે કોઇપણ કેસમાં જ્યાં પેન્શન અટકાવ્યું અથવા નિકાળવામાં આવે છે, તેમાં ન્યૂનતમ રકમ 9000 રૂપિયા દર મહિનાથી ઓછી થવી જોઇએ. જે રૂલ 44 હેઠળ પહેલાંથી નિર્ધારિત છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news