નવી દિલ્હી: બોલીવુડની જાણિતી અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં તો એક મુકામ પ્રાપ્ત કરી ચૂકી છે. હવે તે બિઝનેસની દુનિયામાં પણ પગલા મોડી રહી છે. દીપિકાએ એપિગેમિયા નામથી રોજિંદા ઉપયોગ લેવાતી વસ્તુઓ બનાવનાર કંપની 'ડ્રમ્સ ફૂડ ઇંટરનેશનલ'માં એક મોટું રોકાણ કર્યું છે. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીના એપિગેમિયા બ્રાંડથી ફ્લેવર્ડ યોગર્ડ, સ્મૂધી અને મિષ્ટી દહી ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના સહ-સંસ્થાપક રોહન મીરચંદાનીએ જણાવ્યું કે રોકાણના બદલામાં દીપિકાને કંપનીમાં ઇક્વિટી મળશે અને તે તેની બ્રાંડ એમ્બેસેડર પણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપિગેમિયાની પ્રોડક્ટ્સ 10,000થી વધુ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આગામી બે વર્ષમાં 25 શહેરોમાં 50,000 સ્ટોર્સમાં તેમની પ્રોડક્ટસ ઉપલબ્ધ થશે. એપિગેમિયાના ઉત્પાદન ઇ-કોમર્સ કંપની અમેઝોન, બિગ બાસ્કેટ પર પણ ઉપલબ્ધ છે. દીપિકા દ્વારા કરવામાં આવેલા રોકાણનો ઉપયોગ કંપની પોતાના ઉત્પાદનોના વિસ્તાર તથા નવા શહેરોમાં બિઝનેસની શરૂઆત કરવામાં કરશે. 

દેશની જનતા માટે સારા સમાચાર, મોંઘવારીથી મળી રાહત, ફુગાવાના દરમાં થયો ઘટાડો


પોતાને કંપની પણ શરૂ કરી
જોકે બે વર્ષ પહેલાં 2017માં દીપિકા પાદુકોણે કેએ એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. કેએ એન્ટરપ્રાઇઝ પાદુકોણનું ફેમિલી બિઝનેસને મેનેજ કરે છે અને આ એક ઇંવેસ્ટમેંટ કંપની છે. એકે એંટરપ્રાઇઝએ આ પહેલાં ઓનલાઇન રેંટલ ફર્નીચર પ્લેટફોર્મ Furlenco અને બ્યૂટી પ્રોડક્ટના ઓનલાઇન સ્ટોર Purplle માં રોકાણ કર્યું છે.

Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ


ટોપ 5 સેલિબ્રિટીમાં દીપિકા એકમાત્ર મહિલા
એપિગેમિયામાં રોકાણ કરવાની સાથે જ દીપિકા પાદુકોણ તે ટોપ 5 સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઇ ગઇ છે, જે નવા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યા છે. ગત વર્ષે ફોર્બ્સએ બોલીવુડના એશ્ટન કચર, જેસિકા અલ્બા, જે-ઝેડ, યૂ-2 ફ્રંટમેન બોનો અને એડવર્ડ નોર્ટન સહિત એવા સેલિબ્રિટીની એક યાદી તૈયાર કરી હતી તો સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. હવે આ યાદીમાં દીપિકા પાદુકોણ પણ સામેલ થઇ ગઇ છે.