નવી દિલ્હીઃ બિગ-4 પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર ડેલોયટે રવિવારે કહ્યું કે, તે ભારતમાં એક કરોડ બાલિકાઓ અને મહિલાઓને શિક્ષા અને કૌશલ્ય પરિક્ષણ ઉપલબ્ધ કરાવશે. તેનો ઈરાદો બદલાતા સમયની સાથે નવા કામ પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવાનો છે. ડેલોયટે એક નિવેદનમાં કહ્યું કે, આ કાર્ય  કંપનીની વૈશ્વિક પહેલ વર્લ્ડ ક્લાસ અંતર્ગત કરવામાં આવશે. તેનો પહેલો ઈરાદો શિક્ષા અને કૌશલ્ય વિકાસના માધ્યમથી 2030 સુધી એક કરોડ બાલિકાઓ અને મહિલાઓને સમર્થન આપવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદન અનુસાર વૈશ્વિક સ્તર પર ચાલી રહેલા વર્લ્ડ ક્લાસનો પ્રથમ ઉદ્દેશ 5 કરોડ લોકોને ભવિષ્યના કામકાજ માટે તૈયાર કરવાનો છે. તે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યને અનુરૂપ છે. કંપની અનુસાર ડેલોયટ ભારતમાં આ કાર્યક્રમ હેઠળ યુવતીઓને શાળાનો અભ્યાસ ચાલુ રાખવા, શૈક્ષણિક પરિણામ સારૂ કરવા તથા મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ કરવાનું છે, જેથી તેના માટે રોજગારની સારી તકો ઉપલબ્ધ થઈ શકે. 


આ પહેલ માટે ડેલોયટ કથા અને પ્રથમ જેવા સંગઠનો સાથે ભાગીદારી કરશે. આ સંગઠન શાળાઓમાં લાખો બાળકો અને યુવાઓ સાથે દેશના વિભિન્ન સમુદાય માટે સારી શિક્ષા માટે કામ કરી રહ્યું છે. ડેલોયટના વૈશ્વિક સીઈઓ પુનીતિ રંજને કહ્યું, અમારો ઈરાદો વર્લ્ડ ક્લાસની પહેલની માધ્યમતી 2030 સુધી 5 કરોડ લોકોને શિક્ષા તથા કૌશલ્યથી યુક્ત કરવાનો છે જેથી નવી અર્થવ્યવસ્થામાં સાર્થક કાર્ય મેળવી શકે. તેમણે કહ્યું કે, ચોથી ઔદ્યોગિક ગ્રાંતિની સાથે વિશ્વમાં વ્યાપક ફેરફારો આવવાના છે અને તેના માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે, જેથી કોઈ પાછળ ન રહે.