નોટબંધી અર્થતંત્રના સુધારા માટે લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય હતો: અરૂણ જેટલી
કોંગ્રેસની તરફથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ નોટબંધીને લઇ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે તિક્ષ્ણ વાર કરતા કહ્યું કે તેના વિનાશનો પુરાવો હવે સ્પષ્ટપણે દેખાવા લાગ્યો છે.
નવી દિલ્હી: નોટબંધીના બે વર્ષ પૂરા થવા પર કોંગ્રેસ અને ભાજપમાં ઝુબાની જંગ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસની તરફથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ નોટબંધીને લઇ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે તિક્ષ્ણ વાર કરતા કહ્યું કે તેના વિનાશનો પુરાવો હવે સ્પષ્ટપણે દેખાવા લાગ્યો છે. નોટબંધીની વર્ષગાઠ પર કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ-પ્રદર્શન પણ કરી રહ્યું છે. આ વચ્ચે, સરકારની તરફથી નાણાંમંત્રી અરૂણ જેટલીએ નિવેદન આપ્યું છે.
નાણાંમંત્રીએ કહ્યું કે, નોટબંધી અર્થતંત્રમાં સુધાર લાવવા માટે સરકાર દ્વાર લેવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય હતો. સરકારે પહેલા ભારતથી બહાર કાળા નાણાંને ટાંચમાં લીધા. જેમણે દેશની બહાર કાળું નાણું જમા કરી રાખ્યું હતું. તેમને પરત લાવવા અને ટેક્સ ચુકવવા માટે કહેવામાં આવ્યું. જેઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
મોદી સરકારનો રેલ મંત્રી પીયૂષ ગોયલને પણ મોર્ચો સંભાળ્યો અને નોટબંધી કેમ લાગુ કરવામાં આવી તેના પર તેમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નોટબંધી પારદર્શિતાની તરફ એક મોટું પગલું હતું, સરકારે સફળતાપૂર્વક લોકોને ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના મૂડને સમાપ્ત કરવા આવકવેરા રીટર્ન દાખલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ગોયલ વધુંમાં કહ્યું, ભ્રષ્ટાચારના બંધનોથી ભારત મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણાયક અને સાહસ ભર્યો પગાલની એક શ્રૃંખલા છે નોટબંધી. ભ્રષ્ટાચારની લડાઇ માટે પ્રતિબદ્ધ મોદી સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે.
ત્યારે ડો. સિંહએ કહ્યું, નોટબંધીએ દરેકને પ્રભાવિત કર્યા છે. ભલેને પછી તે ગમેતે ઉંમર, ધર્મ, વ્યવસાય અથવા સંપ્રદાયનો રહ્યો હોય. કહેવામાં આવે છે કે સમયની સાથે ઘા ભરાતા જાય છે પંરુત દુર્ભાગ્યથી નોટબંધીના મામલે એવું થયું નથી. તેનો ઘા સમય સાથે વધું ઉંડો થતો જઇ રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ ટ્વિટ કર્યુ, બે વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને તેમને લાગુ કરવાના ત્રણ કારણ જણાવ્યા હતા. પહેલું તો કાળા નાણા પર રોક લાગશે, બીજું નકલી કરન્સી પર રોક લાગશે અને ત્રીજું આંતકવાદને નાણાં મળવા પર રોક લાગશે. પરંતુ આ ત્રણેયમાંથી એક પણ ઉદેશ્ય પુરો થયો નથી. તેમણે કહ્યું કે વાસ્તવિકતામાં હવે પરિભ્રમણમાં બે વર્ષ પહેલાં કરતાં વધુ રોકડ છે, જ્યારે પીએમ મોદીએ નોટબંધીની ઘોષણા કરી હતી.