નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 11, 12, 13 ડિસેમ્બરે ડીઝલની કિંમત સ્થિર રહી હતી. ત્યારબાદ દરરોજ ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પ્રતિ લીટર ડીઝલની કિંમત 12 પૈસા ઘટીને 64.38 રૂપિયા, મુંબઈમાં 12 પૈસા ઘટીને 67.38 રૂપિયા, ચેન્નઈમાં 13 પૈસા ઘટીને 67.97 રૂપિયા અને કોલકત્તામાં 12 પૈસા ઘટીને 66.14 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા શનિવારે પણ ડીઝલના ભાવમાં 7-8 પૈસાનો ઘટાડો થયો હતો. શનિવારે પ્રતિ લીટર ડીઝલની કિંમત દિલ્હીમાં 64.50 રૂપિયા, મુંબઈમાં 67.50 રૂપિયા, ચેન્નઈમાં 68.10 રૂપિયા અને કોલકત્તામાં 66.26 રૂપિયા હતી. શુક્રવારે રાજધાની ડિલ્હીમાં ડીઝલનો છૂટક ભાવ 64.57 રૂપિયા ગતો. માર્ચ 2018 બાદ દિલ્હીમાં ઔ ડીઝની સૌથી ઓછી કિંમત છે. 


રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.34 રૂપિયા, મુંબઈમાં 75.96 રૂપિયા, ચેન્નઈમાં 72.99 રૂપિયા અને કોલકત્તામાં 72.43 રૂપિયા છે. નોઇડામાં 7 પૈસાના ઘટાડા બાદ પ્રતિ લીટર કિંમત 70.22 રૂપિયા છે. અહીં ડીઝલનો પ્રતિ લીટર ભાવ 63.74 રૂપિયા છે. શનિવારે આ ભાવ દિલ્હીમાં 70.34 રૂપિયા, મુંબઈમાં 75.96 રૂપિયા, ચેન્નઈમાં 72.99 રૂપિયા અને કોલકત્તામાં 72.43 રૂપિયા પ્રતિ લીટર હતો. 


તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓયલ અને ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે. ભારત પોતાની જરૂરીયાતના 80 ટકા પેટ્રોલિયમ આયાત (ઇમ્પોર્ટ) કરે છે.