CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા
CBSE Exam Date: CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે.
Trending Photos
CBSE Exam Date: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે. આ સાથે શાળાઓને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની યાદી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, CBSEએ તેની વેબસાઈટ cbse.gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ 12 ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.
CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ#CBSE #exam #news #zee24kalak pic.twitter.com/QQewoZC1fe
— Zee 24 Kalak (@Zee24Kalak) November 20, 2024
શેડ્યૂલ મુજબ ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પહેલું પેપર અંગ્રેજીનું હશે. જ્યારે ધોરણ 12 માટે 15 ફેબ્રુઆરીએ આંત્રપ્રિન્યોરશિપની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે શારીરિક શિક્ષણની પરીક્ષા 17 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
CBSEએ જાહેર કરી ગાઈડલાઈન
CBSEએ સબ્જેક્ટ સ્પેસિફિક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સબ્જેક્ટ કોડ, ક્લાસ સ્પેસિફિકેશન, થિયરી અને પ્રેક્ટિકલ માટે મહત્તમ ગુણ, પ્રોજેક્ટ વર્ક, ઈન્ટરનલ અસેસ્મેન્ટ અને આન્સર શીટનું ફોર્મેટ જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પરીક્ષાઓનું સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શાળાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અહીં જોઈ શકશે સેમ્પલ પ્રશ્નપત્રો
વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ cbseacademic.nic.in પર ધોરણ 10 અને 12ના સેમ્પલના પ્રશ્નપત્રો જોઈ શકશે. આ વિદ્યાર્થીઓને નવીનતમ પ્રશ્ન ફોર્મેટ, માર્કિંગ અને પરીક્ષા પેટર્નથી પરિચય આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમની બોર્ડની પરીક્ષા માટે અસરકારક રીતે તૈયારી કરી શકે.
CBSE માર્કશીટમાં આ ફેરફારો ચાલુ રહેશે
CBSE ડિસ્ટિંક્શન ન આપવાની કે ટોપર્સ જાહેર ન કરવાની તેની નીતિ ચાલુ રાખશે. 2024ની જેમ 2025ની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને એકંદરે ડિવિઝન, ડિસ્ટિંક્શન અથવા કુલ ગુણની ટકાવારી મળશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે