ભારતે વર્ષ 2027 સુધીમાં ડીઝલ ગાડીઓ પર સંપૂર્ણ રીતે પ્રતિંબધ લગાવી દેવો જોઈએ અને ડીઝલ ગાડીઓની જગ્યાએ લોકોએ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોકસ કરવું જોઈએ. આ સૂચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી મુજબ ડીઝલ વાહનો પરપ પ્રતિબંધ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. જે મુજબ દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવું જોઈએ. કારણ કે આવા શહેરોમાં સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભલામણ કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત ગ્રીનહાઉસ ગેસોના સૌથી મોટા ઉત્સર્જકોમાંથી એક છે. સેંકડો પાનાના આ રિપોર્ટમાં ભારતના એનર્જી ટ્રાન્ઝિશનનો આખો પ્લાન જણાવવામાં આવ્યો છે. 


આ રિપોર્ટ મુજબ ભારત આગામી 2070ના શુદ્ધ શૂન્ય લક્ષ્યને પ્રાપ્ત કરવાના પોતાના લક્ષ્યાંક પર ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ આ માટે કેટલીક ખાસ તૈયારીઓ કરવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી 2024થી સિટી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પણ ડીઝલ બસ જોડવી જોઈએ નહીં અને 2030 સુધીમાં ઈલેક્ટ્રિક ન હોય એવી કોઈ પણ સિટી બસને સામેલ કરવી જોઈએ નહીં. 


આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત મોટા પાયે ઉર્જા આયાત પર નિર્ભર રહી શકે નહીં અને તેણે પોતાના સ્વયંના સ્ત્રોતોનો વિકાસ કરવો જોઈએ. ભારતના પ્રાથમિક ઉર્જા સ્ત્રોત કોલસો, ઓઈલ, પ્રાકૃતિક ગેસ અને પરમાણુ છે. જો કે બાયોમાસ એનર્જીનો એક અન્ય સ્ત્રોત છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. કોલસો ગ્રિડ વીજળીના ઉત્પાદન માટે પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ સ્ટીલ અને સીમેન્ટ જેવા ભારે ઊદ્યોગો દ્વારા કરાય છે. જો કે કોલસો ભારતમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ હજુ પણ દેશમાં ઓઈલ અને ગેસના ભંડારની શોધ થવાની બાકી છે. 


2027 સુધીમાં ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ!
આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે આગામી 2027 સુધીમાં દેશમાં એવા શહેરો કે જ્યાં વસ્તી 10 લાખથી વધુ છે કે પછી જે શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધુ છે ત્યાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ ઉપરાંત 2030 સુધીમાં સિટી ટ્રાન્સપોર્ટમાં ફક્ત એવી બસોને સામેલ કરવી જોઈએ જે ઈલેક્ટ્રિક હોય. પેસેન્જર કાર અને ટેક્સી વાહન 50 ટકા પેટ્રોલ અને 50 ટકા ઈલેક્ટ્રિક હોવી જોઈએ. જણાવવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ એક કરોડ યુનિટ પ્રતિ વર્ષનો આંકડો પાર કરી લેશે. 


દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા માટે રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારે 31 માર્ચથી આગળ માટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ સ્કીમ (FAME)  હેઠળ અપાયેલા પ્રોત્સાહન પણ વિચાર કરવો જોઈએ. ભારતમાં લાંબા અંતરની બસોને ઈલેક્ટ્રિફાઈડ કરવી પડશે, જો કે હાલ ગેસને 10-15 વર્ષો માટે ઈંધણ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. 


કર્ણાટકમાં મતદાન પહેલા જ સચિન પાયલોટે કર્યો મોટો ધડાકો, 'ગેહલોતના નેતા સોનિયા નહીં..


The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, CM યોગી કેબિનેટ સાથે જોશે ફિલ્મ


ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો શરમજનક કાંડ...દુલ્હેરાજાની હાલત કફોડી થઈ ગઈ


ડીઝલનો વપરાશ
ભારતમાં ડીઝલનો વપરાશ ખુબ વધુ રહ્યો છે. ડીઝલ હાલ ભારતમાં પેટ્રોલીયમ ઉત્પાદનોના વપરાશનો લગભગ 40 ટકા ભાગ છે. ડીઝલનો વપરાશ 2011માં 60.01 એમએમટીથી વધીને 2019માં 83.53 એમએમટી થઈ ગયો હતો. જો કે વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારી અને ટ્રાન્સપોર્ટેશનમાં આવેલી કમીના પગલે વપરાશ ક્રમશ 82.60 અને 72.71 એમએમટી રહ્યો. નાણાકીય વર્ષ 2023માં 79.3 મિલિયન સુધી પહોંચવાની આશા છે. પેસેન્જર વાહનોમાં લગભગ 16.5 ટકા ડીઝલ વપરાય છે. જે 2013ના 28.5 ટકાની સરખામણીએ ખુબ ઓછું થયું છે. 


મારુતિ સુઝૂકીએ પહેલા જ 2020માં પોતાના પોર્ટફોલિયોમાંથી ડીઝલ વાહનોને બહાર કરી દીધા છે. જ્યારે ટાટા, મહિન્દ્રા અને હોન્ડાએ પણ 1.2 લીટર ડીઝલ એન્જિનનું ઉત્પાદન બંધ કરી દીધુ છે અને હવે ડીઝલ વેરિએન્ટ ફક્ત 1.5-લીટર કે વધુ એન્જિન ક્ષમતાવાળા વાહનોમાં જ ઉપલબ્ધ છે. હ્રુન્ડાઈએ વર્ષ 2020માં Grand i10 NIOS અને Aura મોડલમાં 1.2-લીટર BS-VI ડીઝલ વેરિએન્ટ રજૂ કર્યું હતું પરંતુ 2022થી 1.2- લીટર વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધુ છે. આવામાં ડીઝલ વાહનોની ઉપલબ્ધતા બજારમાં ન હોવાના કારણે ડીઝલનું વેચાણ પણ ઘણું ઓછું થયું છે. 


ગેસના અલગ અલગ પ્લાન
પેનલે કહ્યું કે ભારતે બે મહિનાની માંગ બરાબર અંડરગ્રાઉન્ડ ગેસ ભંડારણના નિર્માણ પર વિચાર કરવો જોઈએ. કારણ કે 2020 અને 2050 વચ્ચે 9.78 ટકાની સરારાશ વૃદ્ધિ દરથી માંગ વધવાની આશા છે. તેણે વિદેશી ગેસ ઉત્પાદક કંપનીઓની ભાગીદારી સાથે ગેસ ભંડારણના નિર્ણાણ માટે ઘટતા ઓઈલ અને ગેસ ફિલ્ડ, સોલ્ટ કેવર્નસ અને ગેસ સ્ટોરેજના ઉપયોગનું સૂચન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube