કર્ણાટકમાં મતદાન પહેલા જ સચિન પાયલોટે કર્યો જબરદસ્ત મોટો ધડાકો, કહ્યું- ગેહલોતના નેતા સોનિયા નહીં પરંતુ...

Sachin Pilot Press Conference: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે થનારા મતદાન પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર મોટો પ્રહાર કર્યો છે

કર્ણાટકમાં મતદાન પહેલા જ સચિન પાયલોટે કર્યો જબરદસ્ત મોટો ધડાકો, કહ્યું- ગેહલોતના નેતા સોનિયા નહીં પરંતુ...

Sachin Pilot Press Conference: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે થનારા મતદાન પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે જયપુરમાં કહ્યું કે અશોક ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. આ ઘટનાક્રમ પછી હવે રાજસ્થાનમાં કોંગ્રેસનો છેલ્લા 3 વર્ષથી ચાલતો આંતરીક કલેહ ખુલીને સામે આવી ગયો છે. 

સચિન પાયલોટે અશોક ગેહલોતના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું કે એક બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે અમારી સરકારને પાડવાનું કામ ભાજપ કરી રહ્યો હતો. બીજી બાજુ કહે છે કે અમારી સરકાર વસુંધરા રાજેએ બચાવી હતી. આ નિવેદનમાં ખુબ વિરોધાભાસ છે. મને લાગે છે કે તેને સ્પષ્ટ કરવું જોઈએ. 

અમે અનુશાસન તોડ્યું નથી-પાયલોટ
2020માં થયેલા બળવાનો ઉલ્લેખ કરતા સચિન પાયલોટે કહ્યું કે અમે સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઈચ્છતા હતા. અમે અમારી વાતોને પાર્ટીની હાઈકમાન સામે રજૂ કરી. અનેક દોરની બેઠકો બાદ કમિટી બનાવવામાં આવી હતી. તેમાં રોડમેપ તૈયાર થયો. ત્યારબાદ અમે બધાએ કોંગ્રેસને મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી. અઢી વર્ષનો આ કાર્યકાળ થયો. તેમાં અનુશાસન તોડવાનું કોઈ કામ અમારા દ્વારા થયું નથી. 

તેમણે કહ્યું કે તમામ તથ્યોને જોયા બાદ સોનિયા ગાંધીએ 25 સપ્ટેમ્બરના રોજ વિધાયકો સાથે વાત કરવા માટે અજય માકન અને મલ્લિકાર્જૂન ખડગેને જયપુર મોકલ્યા હતા. પરંતુ અહીં વિધાયકોની બેઠક થઈ શકી નહીં. સોનિયા ગાંધી ત્યારે અમારી પાર્ટીના અધ્યક્ષ હતા. તેમની જે અવગણના થઈ, તેમની જે માનહાનિ થઈ તેમની જે બેઈજ્જતી થઈ તે ગદ્દારી હતી. 

— ANI_HindiNews (@AHindinews) May 9, 2023

ભાજપના નેતાઓના ગુણગાન થઈ રહ્યા છે- પાયલોટ
સચિન પાઈલોટે કહ્યું કે મે પહેલીવાર જોયું કે અમારી સરકાર, અમારા વિધાયક, અમારા નેતાઓને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. આ સમજથી દૂર છે કે કોંગ્રેસ વિધાયકોને બદનામ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપના નેતાઓના ગુણગાન થઈ રહ્યા છે. 

પાઈલોટે કહ્યું કે પરમદિવસે અમારા પર આરોપ લગાવવામાં આવ્યા. અમે અમારી પાર્ટી અને સરકારની છબીને નુકસાન પહોંચાડવા માંગતા નહતા. આપણી જ સરકારને વિધાયકોને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. આ કામ ખોટું છે. અમે બધા જે દિલ્હી ગયા હતા અમારી વાત રજૂ કરવા માટે. કયા લોકો પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે જે પબ્લિક લાઈફમાં 30-40 વર્ષથી છે. 

તેમણે  કહ્યું કે વસુંધરા રાજેની સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર પર મે અનેકવાર પત્રો લખ્યા, ઉપવાસ પર બેઠો, પરંતુ તપાસ થઈ નહીં. કેમ એક્શન લેવાઈ નથી રહ્યું એ સમજ નથી આવતું. હવે હું નાસીપાસ છું, તો જનતા પાસે જઈશ. જનતા સામે નતમસ્તક થઈશ. 

અમજેરથી પદયાત્રા કરશે 
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ 11મી મેથી 5 દિવસની જનસંધર્ષયાત્રા કાઢવા જઈ રહ્યા છે. આ યાત્રા અજમેરથી શરૂ થશે. યાત્રા ભ્રષ્ટાચાર વિરુદ્ધ હશે. આ યાત્રા બાદ કોઈ બીજો નિર્ણય લેવામાં આવશે. 

અશોક ગેહલોતે શું કહ્યું હતું?
વાત જાણે એમ છે કે કોંગ્રેસ નેતા સચિન પાયલોટના નેતૃત્વમાં જુલાઈ 2020માં કોંગ્રેસના 18 ધારાસભ્યોએ બળવો કર્યો હતો. પાર્ટી હાઈકમાનના હસ્તક્ષેપ બાદ એક મહિના સુધી ચાલેલો રાજકીય ડ્રામા ખતમ થયો હતો. ત્યારબાદ પાઈલોટને ડેપ્યુટી સીએમ પદ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવી દેવાયા હતા. 

અશોક ગેહલોતે હાલમાં જ ધૌલપુરમાં એક જનસભામાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે 2020માં જ્યારે સચિન પાઈલોટને નેતૃત્વમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો હતો ત્યારે વસુંધરા રાજે અને કૈલાશ મેઘવાલે તેમની સરકાર બચાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે રાજ્યમાં ભૈરોસિંહ શેખાવતના નેતૃત્વવાળી ભાજપની સરકારને પાડવાની કોશિશના સમર્થન કરવાની ના પાડી હતી. એ જ રીતે 2020ના બળવા વખતે વસુંધરા રાજે અને મેઘવાલે કહ્યું હતું કે રાજસ્થાનમાં ચૂંટેલી સરકાર પાડવાની કોઈ પરંપરા નથી. 

જો કે ગેહલોતના આ દાવા બાદ રાજ્યમાં ઘમાસાણ થઈ ગયું છે. ભાજપના નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ગેહલોત પર પલટવાર કરતા કહ્યું હતું કે અશોક ગેહલોત 2023માં થનારી હારથી ભયભીત થઈને ખોટું બોલી રહ્યા છે. આ ગેહલોતનું તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news