નવી દિલ્હીઃ Digikore Studios IPO: શેર બજારમાં ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)થી કમાણીની વધુ એક શાનદાર તક આવી રહી છે. આગામી સપ્તાહે એક ધાંસૂ આઈપીઓ આવી રહ્યો છે, જે અત્યારથી ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ વિઝુઅલ ઈફેક્ટ્સ (VFS)સ્ટૂડિયો, ડિજીકોર સ્ટૂડિયોઝ (Digikore Studios IPO)ની. opsharebrokers.com પ્રમાણે ડિજીકોર સ્ટૂડિયોઝનો આઈપીઓ રોકાણ માટે 25 સપ્ટેમ્બર ઓપન થઈ રહ્યો છે. લોકો 27 સપ્ટેમ્બર સુધી તેમાં અરજી કરી શકશે. તેની પ્રાઇઝ બેન્ડ 171 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રે માર્કેટમાં તેજી
opsharebrokers.com પ્રમાણે ડિજીકોર સ્ટૂડિયોઝ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 171 રૂપિયા છે અને તે ગ્રે માર્કેટમાં 100 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે તેની સંભવિત લિસ્ટિંગ પ્રાઇઝ 271 રૂપિયા છે. આ પ્રમાણે લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને 58.48 ટકાનો નફો થઈ શકે છે. ડિજીકોર સ્ટૂડિયોઝ આઈપીઓની સંભવિત લિસ્ટિંગ ડેટ 6 ઓક્ટોબર છે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે. 


આ પણ વાંચોઃ 3 રૂપિયાથી 3300ને પાર પહોંચ્યો ટાટાનો આ શેર, 100000% ની તોફાની તેજી, લોકો માલામાલ


આઈપીઓની અન્ય વિગત
હાલમાં વિઝુઅલ ઇફેક્ટ્સ સ્ટૂડિયો ડિજીકોર સ્ટૂડિયોઝે 17,82,400 ઈક્વિટી શેરની સાથે પ્રાથમિક બજારોમાં પ્રવેશ કરવા માટે કાગળ દાખલ કર્યા હતા. ડ્રાફ્ટ અનુસાર કંપની આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને પ્રસ્તાવિત ખર્ચાઓ માટે નાણાં પૂરાં પાડવા માટે કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube