3 રૂપિયાથી 3300ને પાર પહોંચ્યો ટાટાનો આ શેર, 100000% ની તોફાની તેજી, ઈન્વેસ્ટરો માલામાલ

ટાઇટનના સ્ટોકે સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. મજબૂત ઓપરેટિંગની આશામાં ટાઈટનના શેર 3 ટકાની તેજીની સાથે 3347.45 રૂપિયા પર પહોંચ્યા હતા. ટાઈટનનો સ્ટોકનું આ ઓલ ટાઈમ હાઈ છે. 
 

3 રૂપિયાથી 3300ને પાર પહોંચ્યો ટાટાનો આ શેર, 100000% ની તોફાની તેજી, ઈન્વેસ્ટરો માલામાલ

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની મલ્ટીબેગર કંપની ટાઈટને છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. ટાઇટનના શેર 3 રૂપિયા વધી 3300 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકમાં આ સમયમાં 100000 ટકાથી વધુની તેજી આવી છે. ટાઈટનના સ્ટોકે સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો છે. મજબૂત ઓપરેટિંગ પરફોર્મંસની આશામાં ટાઈટનના શેર 3 ટકાની તેજી સાથે 3347.45 રૂપિયા પર પહોંચ્યા હતા. આ ઓલ ટાઈમ હાઈ છે. ઝુનઝુનવાલા ફેમેલીની પાસે ટાઈટનના કરોડો શેર છે. 

ઝુનઝુનવાલા ફેમેલીની પાસે 4 કરોડથી વધુ શેર
જૂન 2023 ક્વાર્ટરના શેરહોલ્ડિંગના ડેટા પ્રમાણે રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 4,75,65,970 શેર કે કંપનીમાં 5.36 ટકા ભાગીદારી છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં રેખા ઝુનઝુનવાલાની ટાઈટનમાં 5.29 ટકા ભાગીદારી હતી. ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાઈટનના 6 લાખથી વધુ શેર ખરીદ્યા હતા. ટાઈટન દિગ્ગજ ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક રહ્યો છે. રેખા, રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ 2022ના નિધન થઈ ગયું હતું. 

એક દિવસમાં રેખા ઝુનઝુનવાલાને 460 કરોડનો ફાયદો
ટાઈટનના શેરમાં આવેલી તેજીથી રેખા ઝુનઝુનવાલાને જોરદાર ફાયદો થયો છે. ટાઈટનના શેર શુક્રવારે બીએસઈમાં 3250.45 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીના શેર સોમવારે બીએસઈમાં 3347.45 રૂપિયા પર પહોંચી ગયા છે. એટલે કે ટાઈટનના સ્ટોકમાં એક દિવસમાં 97 રૂપિયાનો વધારો થયો છે. રેખા ઝુનઝુનવાલા પાસે ટાઈટનના 4,75,65,970 શેર છે. તેવામાં ટાઈટનના શેરમાં તેજી આવતા તેની સંપત્તિ 460 કરોડ રૂપિયા વધી ગઈ છે. 

1 લાખ રૂપિયાના બનાવી દીધા 10 કરોડથી વધુ
ટાઈટન કંપનીના શેર 1 ઓગસ્ટ 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 3.15 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2023ના બીએસઈમાં 3347.45 રૂપિયા પર પહોંચી ગયા છે. ટાઈટનના સ્ટોકે આ સમયગાળા દરમિયાન 105000 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 1 ઓગસ્ટ 2023ના ટાઈટનના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી જાળવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 10.62 કરોડ હોત. અમે અમારી ગણતરીમાં ટાઈટન તરફતી આપવામાં આવેલા બોનસ શેરને સામેલ કર્યાં નથી. 

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news