નવી દિલ્હી: બેન્ક બોર્ડ બ્યૂરો (The Banks Board Bureau)એ SBI ના મેનેજીંગ ડાયરેક્ટર દિનેશ ખારાને પ્રમોટ કરી બેન્કના ચેરમેન બનાવવાની ભલામણ કરી છે. તો બીજી તરફ SBI તરફથી મેનેજીંગ ડાયરેક્ટર ચલા શ્રીનિવાસુલુ શેટ્ટીને રિઝર્વ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. બોર્ડે આ ભલામણ કેન્દ્રી નાણામંત્રાલયને મોકલી દીધી છે. હવે આ ભલામણ પર પોતાનો અંતિમ નિર્ણય મંત્રાલય કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના અનુભવ અને પરફોર્મન્સથી ભારે પડી શકે છે કુમાર ખારા
The Banks Board Bureau એ શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે દિનેશ કુમાર ખારાનું પરફોર્મન્સ અને અનુભવને જોતા SBI ના નવા ચેરમેનના રૂપમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. આ નિર્ણય પહેલાં બોર્ડે SBI ના ચાર ચાર મેનેજીંગ ડાયરેક્ટરોની સહીથી કર્યો. 

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


બેન્કોમાં મોટા પદો પર નિયુક્તિઓની ભલામણ કરે છે બેન્ક બોર્ડ બ્યૂરો
તમને જણાવી દઇએ કે પૂર્ણકાલિન ડાયરેક્ટરો બિન-કાર્યકારી ચેરમેનની નિયુક્તિઓ કરવા માટે 2016માં The Banks Board Bureau ની સ્થાપના કરવામાં આવી હતી. આ નિયુક્તિઓના સંબંધમાં પોતાની ભલામણો સરકારને મોકલે છે. જેના આધારે સરકાર નિર્ણય કરે છે. 


રજનીશ કુમારની જગ્યા સંભાળશે દિનેશ ખારા
તમને જણાવી દઇએ કે SBI ના ચેરમેન રજનીશ કુમાર છે. જેમનો કાર્યકાળ 7 ઓક્ટોબર 2017ના રોજ ખતમ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ સરકારે તેમને 3 વર્ષ માટે સેવા વધારી હતી. હવે દિનેશ કુમાર ખારાની ભલામણૅ સાથે એ નક્કી થઇ ગયું છે કે રજનીશને હવે નવી સેવા વિસ્તાર નહી મળે. 


1984 માં SBI સાથે જોડાયા દિનેશ કુમાર ખારા
દિનેશ કુમાર ખારાએ 1984માં પ્રોબેશનરી ઓફિસરના રૂપમાં SBI જોઇન કરી હતી. તે ઓગસ્ટ 2016માં બેંકના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. હાલમાં તે વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટરના રૂપમાં બેંક તરફથી લોન આપનાર વિંગ SBI Funds Management Pvt Limited ને હેન્ડલ કરી રહ્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube