નવી દિલ્હી: સામાન્ય માણસને મોંઘવારીની મોટી થપાટ પડી છે. રાંધણ ગેસ (LPG Cylinders)ના ભાવમાં એકવાર ફરીથી વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીોએ LPG સિલિન્ડરના ભાવ જાહેર કર્યા છે અને ભાવમાં 25 રૂપિયાનો પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં છ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (19 કિલો)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલપીજી સિલિન્ડરના નવા ભાવ
રાંધણ ગેસ સિલિન્ડર  (LPG Cylinders) ના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયા બાદ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 719 રૂપિયા થઈ ગયો છે. આ નવા ભાવ આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી લાગુ થયા છે. અત્રે જણાવવાનું કે ડિસેમ્બરમાં IOC એ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ બે વાર વધાર્યા હતા. કંપનીએ 2 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને ત્યારબાદ 15 ડિસેમ્બરે 50 રૂપિયાનો ફરી વધારો કરાયો હતો. 


Reliance-Future Deal: દિલ્હી HC એ મુકેશ અંબાણીને આપ્યો મસમોટો ઝટકો, જાણો શું છે મામલો


મહાનગરોમાં એલપીજી સિલિન્ડરનો ભાવ


દિલ્હી     719.00
મુંબઈ     719.00
કોલકાતા  745.50
ચેન્નાઈ    735.00


1 ફેબ્રુઆરીના રોજ 190 રૂપિયા કોમર્શિયલ સિલિન્ડરનો વધ્યો હતો ભાવ
આ અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ( 19 કિલો) નો ભાવ 190 રૂપિયા પ્રતિ સિલન્ડર વધ્યો હતો, જ્યારે હવે તેમાં 6 રૂપિયાનો ઘટાડો કરાયો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1533 રૂપિયા થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ મુંબઈમાં 1482.50 રૂપિયા, કોલકાતામાં 1598.50 રૂપિયા તથા ચેન્નાઈમાં 1649 રૂપિયા થયો છે. 


HDFC Bank ના ગ્રાહકો માટે ખુબ મહત્વના સમાચાર, ખાસ જાણો નહીં તો પસ્તાશો 


આ રીતે ચેક કરો તમારા શહેરમાં LPG ના ભાવ
તમે ચપટી વગાડતા તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરવા માટે તમારે સરકારે ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ નવા ભાવ બહાર પાડે છે. https://iocl.com/Products/IndaneGas.aspx  આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલન્ડરના ભાવ ચેક કરી શકો છો. 


વેપારના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube