આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, જૂના પણ કરાવવા પડશે અપડેટ
નવા ફેરફાર હેઠળ આખા દેશમાં બધા વાહન ચાલકોના ડીએલ ગાડીની આરસીનું ફોર્મેટ એક જ હશે. એટલે કે ડીએલ અને આરસીનો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યોરિટી ફીચર્સ એક સમાન હશે.
નવી દિલ્હી: નવો મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગૂ થયા બાદ આજથી એટલે કે 1 ઓક્ટોબરથી ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) બનાવવાના નિયમ અને ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પણ બદલાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે 1 ઓક્ટોબરથી ડીએલ અને આરસીના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર હેઠળ આખા દેશમાં બધા વાહન ચાલકોના ડીએલ ગાડીની આરસીનું ફોર્મેટ એક જ હશે. એટલે કે ડીએલ અને આરસીનો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યોરિટી ફીચર્સ એક સમાન હશે.
પાન-આધાર લિંકઃ 31 ડિસેમ્બર 2019 સુધી વધી ડેડલાઇન
નવા ડીએલમાં હશે આ ફીચર્સ
આજથી લાગૂ થનાર નવા નિયમ હેઠળ સ્માર્ટ ડીએલ અને આરમાં માઇક્રોચિપ અને ક્યૂઆર હશે. તેનાથી દેશના દરેક રાજ્યમાં ડીએલ, આરસીનો રંગ અને પ્રિન્ટિંગ એક જેવા હશે. હવે બધા ડીએલ અને આરસીમાં જાણકારીઓ એક જ જગ્યાએ હશે. અત્યાર સુધી રાજ્ય અનુસાર ડીએલ અને આરસીનું ફોર્મેટ અલગ-અલગ હોય છે, પરંતુ હવે એવું નહી હોય. ક્યૂઆર કોડ અને ચિપમાં બધા જ રેકોર્ડ હશે.
બધી બેંકોના ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ઝટકો, 1 ઓક્ટોબરથી બદલી જશે આ નિયમ
ક્યૂઆર કોડમાં હશે સમગ્ર કુંડળી
ક્યૂઆર કોડ દ્વારા કેંદ્વિય ડેટા બેસથી ડ્રાઇવર અથવા વાહન વિશે સમગ્ર રેકોર્ડ વાંચી શકાશે. તમને જણાવી દઇએ કે ક્યૂઆર કોડ રીડ કરવા માટે ટ્રાફિક પોલીસને હેન્ડી ટ્રેકિંગ ડિવાસ આપવામાં આવશે. દરેક વાહન ચાલકના ડીએલની પાછળ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ લખવામાં આવશે. આ નંબર પર પોલીસ અથવા અન્ય કોઇ ચાલકને મુશ્કેલી સર્જાતા સંપર્ક કરી શકાશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ફેરફાર બાદ ટ્રાફિક સંભાળવામાં પોલીસકર્મીને સરળતા રહેશે.
અત્યાર સુધી હતું આ ચલણ
ડીએલ અને આરસીને લઇને હાલ દરેક રાજ્ય પોત-પોતાના અનુસાર ફોર્મેટ તૈયાર કરતા હતા, પરંતુ તેમાં એક પરેશાની થતી હતી કે કોઇ રાજ્યમાં તેનાપર જાણકારીઓ શરૂમાં છે તો કોઇ રાજ્યમાં પાછળની તરફ પ્રિન્ટ છે. પરંતુ સરકારના નવા નિર્ણય બાદ ડીલ અને આરસી પર જાણકારીઓ એક જ જગ્યાએ હશે.