Driving License ને લઇને મોટા સમાચાર, હવે ટેસ્ટ વિના બની જશે DL, જાણો સરકારના નવા નિયમ
Driving License New Rules 2021: ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License New Rules) સાથે સંકળાયેલા મોટા સમાચાર છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) માટે રીઝનલ ટ્રાંસપોર્ટ ઓફિસ (RTO)ઓના આંટાફેરા લગાવવાની જરૂર નથી.
નવી દિલ્હી: Driving License New Rules 2021: ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License New Rules) સાથે સંકળાયેલા મોટા સમાચાર છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) માટે રીઝનલ ટ્રાંસપોર્ટ ઓફિસ (RTO)ઓના આંટાફેરા લગાવવાની જરૂર નથી. કેંદ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) બનાવવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. જોકે સરકારે હવે ડીએલ (DL) ની પ્રક્રિયાને ખૂબ સરળ કરી દીધી છે. આવો જાણીએ સરકારના આ નિયમ વિશે.
હવે ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નહી
ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) માટે નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે. રોડ અને પરિવહન મંત્રાલયના નવા નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ જેણે કોઈ પણ સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટેસ્ટ પાસ કરી છે તો તેને લાયસન્સ માટે અપ્લાય કરતી વખતે RTO માં થનારા ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી મુક્ત રાખવામાં આવશે. એટલે કે તેણે આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. તેનું ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરના સર્ટિફિકેટ પર જ બનાવી લેવામાં આવશે. આ નિયમ આ મહિનેથી લાગૂ થઇ ચૂક્યો છે. આ નવા નિયમથી કોરોડો લોકો જે પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓના વેટિંગ લિસ્ટમાં પડ્યા છે, તેમને મોટી રાહત મળશે.
Horror Movies: જો તમે મજબૂત હદયના છો તો આ ફિલ્મો તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
શું કહે છે નિયમો...
ટ્રેનિંગ સેન્ટર્સને લઈને રોડ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા અને શરતો પણ છે. જેમાં ટ્રેનિંગ સેન્ટર્સના ક્ષેત્રફળથી લઈને ટ્રેનરનું શિક્ષણ સુદ્ધા સામેલ છે. આવો તેને સમજીએ...
1. અધિકૃત એજન્સી એ સુનિશ્ચિત કરશે કે દ્વિચક્કી, ત્રણ પૈડાવાળા અને હળવા મોટર વાહનોના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે પેસેન્જર માલ વાહનો કે ટ્રેલરો માટે સેન્ટર્સ પાસે બે એકર જમીનની જરૂર પડશે.
2 ટ્રેનર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોય અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જરૂરી છે. તેને ટ્રાફિકના નિયમોની સારી રીતે જાણકારી હોવી જોઈએ.
ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે વધારો, જાણો કેટલી વધશે કિંમત
3. મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહન ચલાવવા માટે, પાઠ્યક્રમની સમય મર્યાદા વધુમાં વધુ 4 અઠવાડિયાની હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ.
4. લોકોને આંતરિયાળ રસ્તાઓ, ગ્રામીણ રસ્તાઓ, રાજમાર્ગો, શહેરના રસ્તાઓ, રિવર્સિંગ, અને પાર્કિંગ, ચઢાણ તથા ડાઉનહિલ ડ્રાઈવિંગ વગેરે પર ગાડી ચલાવવા શીખવા માટે 21 કલાક ખર્ચ કરવા પડશે. થિયરીમાં સમગ્ર પાઠ્યક્રમના 8 કલાક રહેશે. જેમા રોડ શિષ્ટાચારને સમજવું, રોડ રેજ, ટ્રાફિક શિક્ષણ, દુર્ઘટનાઓના કારણોને સમજવા, પ્રાથમિક ચિકિત્સા અને ડ્રાઈવિંગ ઈંધણ દક્ષતાને સમજવું સામેલ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube