નવી દિલ્હી: Driving License New Rules: ડ્રાઈવિંગ લાઈસન્સ  (Driving License New Rules)  બનાવવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ડીએલને લઈને સરકારે નવો નિયમ બનાવ્યો છે. હવે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)ના ચક્કર લગાવવાની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઈન્સ બનાવવાના નિયમોને હવે ખુબ સરળ બનાવી દીધા છે. આવો જાણીએ સરકારના આ નવા નિયમો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ડ્રાઈવિંગ ટેસ્ટની જરૂર નહીં પડે
ડ્રાઈવિંગ લાઈસન્સ માટેના નિયમોમાં સરકારે સંશોધન કર્યું છે. નવા નિયમ મુજબ હવે તમારે કોઈ પણ પ્રકારના ડ્રાઈવિંગ ટેસ્ટ RTO જઈને આપવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયે આ નિયમોને નોટિફાય કરી દીધા છે. આ નિયમ આ મહિનાથી લાગૂ થઈ ચૂક્યા છે. આ નવા ફેરફારથી કરોડો લોકો જે પોતાના ડ્રાઈવિંગ લાઈસન્સ માટે RTO ના વેઈટિંગ લિસ્ટમાં છે તેમને મોટી રાહત મળશે. 


ડ્રાઈવિંગ સ્કૂલ જઈને ટ્રેનિંગ લેવી પડશે
મંત્રાલય તરફથી એવા એપ્લિકન્ટ્સને સૂચિત કરવામાં આવ્યા છે જે લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે RTO માં પોતાના ટેસ્ટની વાટ જોઈ રહ્યા છે. હવે તેઓ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લેવી પડશે અને અહીં ટેસ્ટ પાસ કરવો પડશે. સ્કૂલ તરફથી એપ્લિકન્ટ્સને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે એપ્લિકન્ટનું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી દેવામાં આવશે. 


Gold in Mobile: નકામો સમજીને ફેંકી ન દેતા તમારો જૂનો મોબાઈલ....કારણ કે તેમાં છૂપાયેલું છે કિંમતી સોનું


શું કહે છે નિયમો?
ટ્રેનિંગ સેન્ટરને લઈને રોડ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકાઓ અને શરતો છે. જેમાં ટ્રેનિંગ સેન્ટર્સના ક્ષેત્રફળથી લઈને ટ્રેનરનું શિક્ષણ સુદ્ધા સામેલ છે. આવો તેને સમજીએ. 


1. અધિકૃત એજન્સીઓ એ સુનિશ્ચિત કરશે કે દ્વિચક્કી, ત્રણ પૈડાવાળા અને હળવા મોટર વાહનોના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોય, મધ્યમ અને ભારે મુસાફર માલ વાહનો કે ટ્રેલરો માટે સેન્ટર્સ પાસે બે એકર જમીનની જરૂર રહેશે. 
2. ટ્રેનર ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ હોય અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઈવિંગ અનુભવ હોવો જોઈએ. તેને ટ્રાફિકના નિયમોની સારી પેઠે ખબર હોવી જોઈએ. 
3. મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહનો ચલાવવા માટે, પાઠ્યક્રમનો સમય વધુમાં વધુ 4 અઠવાડિયા હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ. 
4. લોકોને કાચા રસ્તા, ગ્રામીણ રસ્તા, રાજમાર્ગો, શહેરના રસ્તા, રિવર્સિંગ અને પાર્કિંગ, થિયરી હિસ્સો સમગ્ર પાઠ્યક્રમના 8 કલાક સામેલ રહેશે, જેમાં રોડ શિષ્ટાચારને સમજવું, રોડરેજ, ટ્રાફિક શિક્ષણ, દુર્ઘટનાઓના કારણો સમજવા, પ્રાથમિક સારવાર અને ડ્રાઈવિંગ ઈંધણ દક્ષતાને સમજવું સામેલ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube