ગૌરવ પટેલ/અમદાવાદ :કોવિડ 19નો ડર લોકોમાં એટલો પ્રસરી ગયો છે કે, અનેક લોકોને નજર સામે મોત દેખાઈ રહ્યું છે. કોવિડ ૧૯ ના કહેરના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ તરફ વળ્યા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની નવી ઇન્કવાયરીમાં 5૦ ટકાનો વધારો થયો છે. ૧૦૦ ગ્રાહકો પૈકીના ૬૦ ટકા ગ્રાહકો કોવિડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સની ઇન્કવાયરી કરી રહ્યાં છે. કોવિડ પોલિસી માટે લોકોનો ધસારો વધારો છે. તો બીજી તરફ, કોરાનાના ડરે હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ કંપનીઓને બખ્ખા થઈ ગયા છે. અનેક કંપનીઓએ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની નવી પોલીસી લોન્ચ કરી છે. ૪ મહિના ૬ મહિના અને વર્ષની પોલીસી લોન્ચ કરાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરાનાના ડરે ઇન્સ્યોરન્સ કંપનીઓની પોતાની તિજોરીઓ ભરી લીધી છે. આ કારણે હેલ્થ ઇન્શ્યોરન્સની ડિરેક્ટ પ્રીમિયમની આવક રૂ. 13,436 કરોડને પાર પહોંચી ગઈ છે. એપ્રિલ-જૂન 2019 વચ્ચે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની આવક 12443 કરોડ જેટલી હતી. એપ્રિલથી જુન 2020 દરમિયાન પ્રીમિયમની આવક 7.98% વધી છે. સ્વાસ્થ્ય વિમાના પ્રીમિયમની આવકમાં 23.97%નો વધારો થયો છે. ઈરડા દ્વારા લોન્ચ કરાયેલ સ્ટાન્ડર્ડઇઝડ હેલ્થ પ્રોડક્ટ આરોગ્ય સંજીવનીને બહોળો પ્રતિસાદ મળ્યો છે. IRDAએ વીમા કંપનીઓ માટે કોરોના પોલિસી ફરજીયાત કરી છે. હાલ કોવિડ ૧૯ અને આરોગ્ય સંજીવનીની ગ્રાહકોમાં ખુબ ડિમાન્ડ છે. 


કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકો વીમા રોકાણ તરફ વળ્યા છે. એલઆઈસીના આંકડા કહે છે કે, ગુજરાતમાં એપ્રિલની તુલનામાં જૂન દરમિયાન વીમા પોલિસીના ખરીદનારાની સંખ્યા 10 ગણી થઈ ગઈ. આ દરમિયાન વીમા પ્રીમિયમની આવકમાં પણ 500%નો જંગી વધારો થયો. ગુજરાતમાં એપ્રિલમાં ફક્ત 5073 લોકોએ નવી પોલિસી ખરીદીને ફક્ત રૂ. 63.47 કરોડ પ્રીમિયમ ભર્યું હતું. જોકે, જૂનમાં તેનાથી 1000% વધુ એટલે કે 50,904 લોકોએ રૂ. 347.2 કરોડ ચૂકવીને નવા વીમા ખરીદ્યા. કોરોનાના કારણે જાહેર કરાયેલા લૉકડાઉન અને અનલૉક-2 દરમિયાન એપ્રિલથી જૂન સુધી આશરે 7.05 લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો છે. જે એક રેકોર્ડ બતાવે છે. ત્રણ મહિનામાં એલઆઈસીને પહેલા હપ્તાના રૂપમાં રૂ. 589.39 કરોડ પ્રીમિયમ મળ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર