નવી દિલ્હી: જો તમે પણ નોકરીની શોધમાં ભટકી રહ્યાં છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) તમારા માટે ખાસ તક લઇને આવ્યું છે. એસબીઆઇની સાથે જોડાઇને દર મહિને 15 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. એટલું જ નહી તેમાંથી એક હજાર રૂપિયા મહિનાના ટ્રાવેલિંગ એલાઉન્સ આપવામાં આવશે. આ બધુ સંભવ થશે એસબીઆઇ ફાઉંડેશન (SBI Foundation)ના યૂથ ફોર ઇંડીયા ફેલોશિપ પોગ્રામ (SBI Youth For India Felloship) હેઠળ. આ પોગ્રામ વર્ષ 2018-19 બેચ માટે અરજી માર્ચથી શરૂ થઇ હતી. હવે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખને વધારીને 5 જૂન કરી દેવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 રૂપિયા સુધી સસ્તુ થશે પેટ્રોલ, 4 રૂપિયા ઘટશે ડીઝલના ભાવ, આ છે SBIનો નવો ફોર્મૂલા


શું કરવું પડશે
તેમાં તમારે એસબીઆઇ ફાઉંડેશન (SBI Foundation)ના 13 મહિનાના ફેલોશિપ પોગ્રામ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં એનજીઓની સાથે કામ કરવું પડશે. તેમાં તમારે ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને ભણાવવાની સાથે અન્ય કામો સાથે જોડવામાં આવશે. તેની અવેજમાં એસબીઆઇ ફાઉંડેશન દ્વારા તમને દર મહિને 15 હજાર રૂપિયાનું સ્ટાપેંડ મળશે. આ ઉપરાંત એક હજાર રૂપિયા લોકલ ટ્રાવેલિંગ એલાઉંસ પણ આપવામાં આવશે. પોગ્રામ સફળતાપૂર્વક પુરો થતાં તમને 30 હજાર રૂપિયા મળશે. 


ખુશખબર : ગુજરાતમાં એક બે દિવસમાં થઇ શકે છે વરસાદ, જાણો કેવી છે હવામાન આગાહી? 


યોગ્યતા
એસબીઆઇ યૂથ ફેલોશિપને 1 માર્ચ 2011ને શરૂ કરવામાં આવ્યું હતું. એસબીઆઇ યૂથ ફેલોશિપ સાથે જોડાવવા માટે તમને માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઇએ. આ ઉપરાંત ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઇએ. 

ફૂલ સ્પીડમાં જઇ રહેલી ટ્રેનના પૈડાના થયા બે કટકા, ટળ્યો મોટો અકસ્માત 


આ રીતે કરો અરજી
ઇચ્છુક ઉમેદવારોને અરજી કરવાની અંતિમ તારીખ 5 જૂન છે. જો તમે પણ અરજી કરવા માંગો છો તો સૌથી પહેલાં પોગ્રામ સંબંધિત જાણકારી માટે www.youthforindia.org પર જઇને સંબંધિત જાણકારીને ધ્યાનપૂર્વક વાંચો. ત્યારબાદ અરજી માટે ક્લિક કરો.