Groundnut Oil prices Hike ગૌરવ દવે/રાજકોટ : જુલાઈ મહિનાની શરૂઆતથી જ સીંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થતાં ભાવ 3090 પર પહોંચ્યો છે. 3100 ને આડે હવે બસ 10 રૂપિયાનું છેટું છે. છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો છેલ્લાં 13 દિવસમાં રૂપિયા 170 નો વધારો જોવા મળ્યો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે, કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર છે. તેમાં કોઈ વધઘટ નથી થઈ રહી. પિલાણવાળી મગફળી ઓછી આવતી હોવાના બહાના સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેનો માર નાગરિકો પર પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારો પહેલાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સીઝનની શરૂઆત પહેલા જ સીંગતેલમાં ડબ્બા દીઠ વધારો ઝીંકાયો છે. જુલાઈના ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ડામ પડ્યો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવ વધ્યા છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, તેલનું માર્કેટ ઉંચકાયું છે. જેને કારણે ખાસ કરીને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.  


કોણ છે એ બાઈકર જેની ગાડીના કેમેરામાં ઈસ્કોન બ્રિજનો આખો અકસ્માત કેદ થયો, મળી માહિતી


રાજકોટના તેલના માર્કેટના અપડેટ અનુસાર, જુલાઈ મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો કરાયો છે. આ પહેલા 7 જુલાઈ અને 13 જુલાઈના રોજ તેલના ભાવ વધ્યા હતા. ત્યારે હવે એક મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો કરાયો છે. 


 


કારમાં સવાર મિત્રએ તથ્યની પોલ ખોલી : અમે કહ્યુ હતુ કે ગાડી ધીમી ચલાવ, તે ન માન્યો


રાજકોટના ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈએ ઝી 24 કલાકને જણાવ્યું કે, ખેડૂતોને પાકનો પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. મોંઘવારી પર સરકારે વિચારવાની જરૂર છે. મગફળીનો સ્ટોક પૂરો થતાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડાને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. એક મહિના પૂર્વે સિંગતેલના ભાવમાં રૂપિયા 70 થી 80 નો ઘટાડો થયો હતો, જે ફરીથી તેમાં તેટલો જ રૂપિયા 70 થી 80 નો વધારો થયો છે. ઉત્તર પ્રદેશથી જે મગફળી આવે છે, તેની આવકમાં રૂકાવટ થતાં ભાવ વધારો થયો છે. સાથે જ મગફળીની આવક વરસાદને કારણે ઓછી થઈ છે. તેથી મગફળીની આવક ઘટતા પિલાણ પણ ઘટ્યું છે. 


આજે ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ : આ એક જિલ્લા પર છે સૌથી મોટી ઘાત


અમદાવાદના આ 97 સ્પોટ પરથી નીકળો તો સાચવજો, યમરાજા અડિંગો જમાવીને બેઠા છે