કારમાં સવાર મિત્રએ તથ્ય પટેલની પોલ ખોલી : અમે તેને કહ્યું હતું કે ગાડી ધીમી ચલાવ, પણ તે માન્યો જ નહિ

ahmedabad iskcon bridge accident video : અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ

કારમાં સવાર મિત્રએ તથ્ય પટેલની પોલ ખોલી : અમે તેને કહ્યું હતું કે ગાડી ધીમી ચલાવ, પણ તે માન્યો જ નહિ

Tathya Patel Accident : અમદાવાદમાં ગુરુવારની મધરાતે 160ની સ્પીડે ભાગતી જેગુઆરે અકસ્માત નોતર્યો હતો. કાફેમાં વોફલ્સ ખાઈને મોજમાં નીકળેલા તથ્યએ મધરાતે 9 લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા. જેમાં વૈભવી પરિવારનો નબીરો તથ્ય પટેલ ઝડપાયો હતો, પરંતું ગાડીમાં બેઠેલા તેના મિત્રો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હતા. ટોળાએ તથ્ય પટેલને ઢોર માર માર્યો હતો. પરંતુ બાદમાં તમામ પકડાઈ ગયા હતા. આખરે એ રાતે શું બન્યું, અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ.

બધા ફ્રેન્ડ્સ વોફલ્સ ખાવા ગયા હતા
તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.

અકસ્માત બાદ કારમાં બેસેલા તમામ યુવક યુવતીઓની તપાસ હાથ ધરાઈ છે. 9 નિર્દોષ લોકોનો જીવ ગયો છે. જેમના પરિવારમાં પડેલી ખોટ હવે ક્યારેય પૂરાય તેમ નથી. પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. તેમની આકરી પૂછપરછ પણ કરાઈ. બાદમાં કારમાં બેસેલા મિત્રોની પણ પૂછપરછ હાધ ધરાઈ હતી. 

એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે,  હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.

તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું, ત્યાર બાદ શું થયું મને કશું ખબર નથી?

અકસ્માત પહેલા આ ધનાઢ્ય પરિવારોના નબીરા કેફેમાં બેસીને મસ્તી માણતા હતા. મોહંમદપુરામાં આવેલા કેફેમાં તમામ મસ્તીએ ચઢ્યા હતા. તેના બાદ બધા તથ્ય સાથે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news