આજે ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ : આ એક જિલ્લા પર છે સૌથી મોટી ઘાત

Gujarat Weather Forecast :  રાજ્યમાં આગામી 2 દિવસ મેઘરાજાનું રહેશે જોર... ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ માટે હવામાન વિભાગે આપ્યુ છે રેડ અલર્ટ.. 

આજે ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ : આ એક જિલ્લા પર છે સૌથી મોટી ઘાત

Ambalal Patel Monsoon Prediction : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે મોડી રાતથી ધોધમાર વરસાદનો કહેર જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, સુરતમાં મેઘરાજા મૂશળધાર વરસ્યા..વલસાડ-ધરમપુર સ્ટેટ હાઈવે બંધ થયો છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં પૂરમાં તણાઈ જતા નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચાર લોકોની હજી પણ શોધખોળ ચાલી રહી છે. વરસાદી પાણીના પ્રવાહથી પસાર થવાનું જોખમ ભારે પડી શકે છે. જોકે, વરસાદની વાત અહી પૂરી નથી થતી. હજુ 2 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. હવે 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. તો જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ રેડ એલર્ટ છે. તો નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. આંકડા મુજબ, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગે આજની આગાહી જણાવતા કહ્યું કે, આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. આજે દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગ માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ખાસ કરીને આજે દ્વારકા જિલ્લો આજે રેડ એલર્ટ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે આવતીકાલે ભારે વરસાદ રહેશે. અત્યાર સુધી ગુજરાતમાં સીઝનનો 65% વરસાદ રહ્યો છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેશે.  

સૌરાષ્ટ્રના પૂરમાં તણાતા વધુ 8 લોકોના જીવ ગયા 
સૌરાષ્ટ્રમાં સતત મેઘતાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જે દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ વધતા તણાયેલા 8 લોકો મોતને ભેટ્યા છે..જ્યારે પૂરમાં તણાયેલા ચાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે ..આ વખતે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને પૂરની સ્થિતિનું સર્જન થાય છે. જેથી જાનહાનિનો આંકડો ઉંચો જઈ રહ્યો છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે સાવધાન રહેવું જરૂરી છે. જ્યાં પાણીનું વહેણ વધારે હોય ત્યાં ખોટું જોખમ લઈને ન જવુ જોઈએ.

વલસાડ જિલ્લાના ત્રણ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા વલસાડ તાલુકામાં ચાર કલાકમાં 3.52 ઈંચ વરસાદ નોંધાયો હતો જેને લઇને વલસાડના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર પાણી ભરાય જવા પામ્યા હતા..જેને લઈ સિવિલ હોસ્પિટલ આવતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો હતો...સાથે વલસાડ શહેરના મુખ્ય બંને અંદર પાસમાં પાણી ભરાય જવાના કારણે બંધ થઈ જવા પામ્યા હતા તો શહેરના દાણા બજાર,તિથલ રોડ વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા વલસાડ શહેરમાં પડેલા વરસાદે પાલિકા ની પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલી પાડી હતી લાખો રૂપિયાનો ખર્ચ છતાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળી હતી.

ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ કે જેની કુલ જળસંગ્રહની ક્ષમતા ૩૪૬.૬૮ મીલિયન ઘ.મી છે. આવી વિશાળ ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે. આ ડેમમાંથી ભાવનગર શહેર તેમજ પાલીતાણા અને ગારિયાધારને પીવાનું પાણી પૂરું પાડવા માં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ ગત રાત્રીના ઉપરવાસ તેમજ ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદ ને પગલે છલક સપાટીએ પહોંચતા ડેમના દરવાજા ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. હાલ 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હોય આ ડેમ હેઠળ આવતા પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકા ના 12 ગામો મળી કુલ 17 ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે શેત્રુંજી ડેમ છલકાઇ જવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમ માંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે. શેત્રુંજી ડેમ ભરાઈ જવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ શેત્રુંજી ડેમ નો નજારો જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news