Car Loan EMI: જો કોઇ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં  એ જરૂરી નથી કે કોઇ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય. એટલા માટે મોટી સંખ્યામાં લોકો કાર લે છે અને ત્યારબાદ લોનને ઇએમઆઇના રૂપમાં દર મહિને ધીમે ધીમે પરત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન સંપૂર્ણપણે ચૂકવો તે પહેલાં કાર ચોરી થઇ જાય તો શું થશે? શું આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિને ઇએમઆઇ ચૂકવવી પડશે અથવા પછી તેને ઇએમઆઇમાંથી છુટકરો મળશે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાતને લઇને ઘણા બધા લોકો કંફ્યૂજ થઇ શકે છે. પરંતુ તેનો જવાબ છે કે જે લોન તમે લીધી છે તે તમારે ચૂકવવી પડશે. એટલે કે જો તમારી કાર ચોરી પણ થઇ જાય છે ત્યારે પણ લોન ચૂકવવી પડશે. જોકે આવી સ્થિતિમાં ઇંશ્યોરેન્સ ક્લેમ તમારા કામ આવી શકે છે. જો તમારી ઇંશ્યોરેન્સ પોલિસીમાં ચોરીનો ક્લેમ કવર થતો હોય તો તમે ઇંશ્યોરેન્સ કંપનીમાં કાર ચોરીનો ક્લેમ કરી શકો છો. ત્યારબાદ ઇંશ્યોરેન્સ કંપની તમારી કારની  IDV (Insured Declared Value) ના આધારે પહેલાં લોનનું પેમેંટ કરશે અને બાકીની લોન ચૂકવ્યા બાદ પણ ક્લેમના પૈસા બચે છે તો તે તમને મળશે. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube