નવી દિલ્હી: LTC કેશ વાઉચર સ્કીમ (LTC cash voucher scheme) નો ફાયદો હવે કોઇ ઉઠાવી શકે છે. સરકારી કર્મચારીઓથી માંડીને ખાનગી કંપનીમાં કામ કરનાર પણ સરકારની આ સ્કીમના દાયરામાં આવી ગયા છે. પરંતુ તેમાં એક પેંચ છે. LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો તે લોકોને નહી મળે, જેમને નવી ઇનકમ ટેક્સ સિસ્ટમ (New income tax regime) ને અપનાવી છે. તેનો ફાયદો ફક્ત તે જ લોકો ઉઠાવી શકે છે જેમણે જૂનો ટેક્સ સિસ્ટમ અપનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નવી ઇનકમ ટેક્સ સિસ્ટમ
નાણા મંત્રાલયે બે અઠવાડિયા પહેલાં 12 ઓક્ટબરને કેન્દ્રીય કર્મચારીઓ માટે  LTC કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. હવે નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે તેનો ફાયદો તે કર્મચારીઓ નહી ઉઠાવી શકે જેમણે પોતાની જૂની ઇનકમ ટેક્સ સિસ્ટમ શરૂ કરવાના બદલે નવી ઇનકમ ટેક્સ સિસ્ટમને સિલેક્ટ કરી છે. બજેટ 2020માં સરકારે ઇંડિવિઝુઅલ્સ માટે એક નવી ઇનકમ ટેક્સ સિસ્ટમ શરૂ કરી હતી.  


આ સિસ્ટમ હેઠળ તમે એક રાહત ટેક્સ  (concessional tax) ચૂકવો છો, પરંતુ બાકી તમામની માફક ટેક્સનો ફાયદો મળતો નથી. જેમ કે 50,000 રૂપિયાનું સ્ટાડર્ડ ડિડક્શન, ઇનકમ ટેક્સની સેક્શન 80C હેઠળ આવનાર 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ અથવા હોમ લોન પર 2 લાખ રૂપિયા જેટલી મોટી છૂટ તમે લઇ શકતા નથી. 


શું છે LTC કેશ વાઉચર સ્કીમ
LTC કેશ વાઉચ સ્કીમ હેઠળ કર્મચારીઓને LTC ની અવેજમાં ટેક્સ ફ્રી કેશ વાઉચર આપવાની જોગવાઇ છે. 


જો તમે 2.40 લાખ રૂપિયા ખર્ચ કરશો ત્યારે તમે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો ઉઠાવી શકશો અને તમને ટેક્સમાં છૂટ મળશે. જો તમે ફક્ત 1.80 લાખ જ ખર્ચ કરો છો તો તેને કુલ LTC ફેરના 75 ટકા એટલે કે 60,000 રૂપિયાનો જ ફાયદો મળશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube