How To Check PF Balance : જો તમે નોકરી કરતા હો તો તમારી પાસે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO)માં પણ ખાતું હશે. જે કંપનીમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરે છે, તેણે EPFOમાં (Employees’ Provident Fund Organization-EPFO) નોંધણી કરાવવી જરૂરી છે. તમારા મૂળ પગારના 12% EPFOમાં જમા થાય છે. આટલી જ રકમ કંપની દ્વારા પણ જમા કરવામાં આવે છે. તમારા PF ના પૈસા EPFO ​​માં જમા કરાવવાની જવાબદારી તમારી કંપનીની છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘણી કંપનીઓમાં કર્મચારીઓના પીએફના પૈસા જમા નથી થતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેથી, જે પણ કર્મચારીનું પીએફ કપાઈ રહ્યું છે તેણે હંમેશા તપાસ કરતા રહેવું જોઈએ કે કંપની પીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહી છે કે નહીં. પીએફ બેલેન્સ તપાસવું એ કોઈ મોટું અને મુશ્કેલ કામ નથી. EPFO સભ્યો ઘરે બેસીને તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે. EPFO સબસ્ક્રાઇબરને PF બેલેન્સ ચાર રીતે જાણવાની સુવિધા પૂરી પાડે છે.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ


પીએફ બેલેન્સ ઓનલાઈન ચેક કરો
આ માટે તમારે પહેલા EPFOની વેબસાઈટ (epfindia.gov.in) પર લોગઈન કરવું પડશે. આ માટે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. આ પછી ઈ-પાસબુક પર ક્લિક કરો. આમ કરવાથી એક નવું પેજ ખુલશે. હવે મેમ્બર આઈડી ખોલો. આ પછી તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકશો.


આ પણ વાંચો: આ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે આ 4 ફિલ્મો, આ હીરોનું ભવિષ્ય નક્કી કરશે
આ પણ વાંચો: Government Scheme: પરીણિત મહિલાઓની મજા જ મજા! મળશે પૂરા 6000 રૂપિયા
આ પણ વાંચો: Home Buy: ઘર ખરીદવું હોય તો ઉતાવળ કરજો, વધવાના છે મકાનોના ભાવ, આ છે મોટું કારણ


ઉમંગ એપની મદદ લો
તમારા મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. એપમાં EPFO ​​પર ક્લિક કરો. આમાં Employee Centric Services પર ક્લિક કરો. આ પછી, વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને તમારો UAN અને પાસવર્ડ દાખલ કરો. તમે નિયુક્ત સ્થાન પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરીને PF બેલેન્સ ચકાસી શકો છો.


મિસ્ડ કોલ દ્વારા જાણો
તમે તમારા ફોન પરથી મિસ્ડ કોલ કરીને પણ જાણી શકો છો કે કંપનીએ પીએફમાં પૈસા જમા કરાવ્યા છે કે નહીં. આ માટે તમારો મોબાઈલ નંબર EPFOમાં રજીસ્ટર હોવો જોઈએ. PF સબ્સ્ક્રાઇબરે મિસ્ડ કોલ દ્વારા બેલેન્સની માહિતી મેળવવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે. થોડા સમય પછી તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા એકાઉન્ટની માહિતી આવશે.


એસએમએસ દ્વારા એકાઉન્ટ સ્ટેટસ જાણો
SMS દ્વારા PF બેલેન્સ જાણવા માટે, EPFO ​​સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલો. આ માટે EPFO ​​UAN LAN (ભાષા) ટાઈપ કરવાનું રહેશે. જો તમારે અંગ્રેજીમાં માહિતી જોઈતી હોય તો LAN ને બદલે ENG લખો. હિન્દીમાં માહિતી માટે LAN ને બદલે HIN લખો. હિન્દીમાં એકાઉન્ટની માહિતી મેળવવા માટે, EPFOHO UAN HIN લખો અને તેને 7738299899 પર મોકલો. તમારા મોબાઈલ પર પીએફ બેલેન્સનો મેસેજ આવશે.


આ પણ વાંચો: રામ નવમી પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહના દર્શન કરી લો
આ પણ વાંચો: અજમાવી જુઓ આ તેલના 2 ટીંપા, પુરૂષો પાવરમાં અને મહિલાઓ મોજમાં
આ પણ વાંચો: Safest Cars: પરિવારનો જીવ વ્હાલો હોય તો આ 5 કાર ખરીદજો, સેફ્ટીમાં છે દેશમાં સૌથી આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube