નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખાતાધારકોની મોટી મુશ્કેલી ખતમ કરી દીધી છે. હવે ખાતાધારકો નોકરી બદલવા પર 'ડેટ ઓફ એક્ઝિટ' (Date of Exit) ને ઓનલાઇન અપડેત કરી શકશે. પહેલાં જણકારી અપડેટ કરવાનો અધિકાર કંપની પાસે હતો અને તેમાં ખાતાધારકોને PF ખાતું અપડેટ કરવા માટે ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીને થાય છે સમસ્યા
કોઇપણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કર્મચારીની સેલરીનો એક ભાગ PF તરીકે કાપવામાં આવે છે. આ પૈસાને કર્મચારીના PF ખાતામાં જમા કરાવવામાં આવે છે. જ્યાં સુધી કર્મચારી તે કંપનીમાં નોકરી કરે છે ત્યાં સુધી તો તેમાં કોઇ સમસ્યા આવતી નથી પરંતુ જ્યારે કર્મચારી નોકરી છોડીને બીજી કંપનીમાં જતા રહે છે તો મોટાભાગના કેસમાં જૂની જાણકારી અપડેટ કરવામાં કર્મચારીની કોઇ મદદ કરતી નથી. કર્મચારીઓની આ મુશ્કેલીઓને હવે મોદી સરકારે સોલ્વ કરી દેધી છે. ડેટ ઓફ એક્ઝિટ (Date of Exit) ને અપડેટ કરવાનો અધિકાર હવે ખાતાધારકોને આપવામાં આવ્યો છે. 

Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા


કેવી રીતે અપડેટ કરી શકો છો Date of Exit
PF ખાતાધારક સૌથી પહેલાં પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર યૂએએન અને પાસવર્ડ નાખીને લોગીન કરો. સફળ લોગીન થઇ જતાં મેનેજ પર જાવ અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરો. ત્યારબાદ સિલેક્ટ એમ્પલોયમેંટ વડે પીએફ એકાઉન્ટ નંબરને સિલેક્ટ કરો. હવે ડેટ ઓફ એક્ઝિટ અને રીઝન ઓફ એક્ઝિટ પર ક્લિક કરો. પછી રિકવેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને આધાર સાથે લિંક્ડ મોબાઇલ પર આવેલા ઓટીપીને દાખલ કરો. હવે ચેક બોક્સને સિલેક્ટ કરો. ત્યારબાદ અપડેટ પર ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. આમ કરતાની સાથે જ તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઇ જશે.  

International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી


Date of Exit અપડેટ કરવાથી શું ફાયદો થશે
EPFO ના અનુસાર જો તમારી એક્ઝિટ ડેટ (Date of Exit) અપડેટ નથી, તો તમે તમારા ખાતામાંથી પૈસા નિકાળી શકશો નહી અને ના તો ખાતાને ગત કંપનીમાંથી નવામાં ટ્રાંસફર કરી શકો છો પરંતુ હવે  EPFO એ  Date of Exit અપડેટ કરવાનો અધિકાર કર્મચારીઓને આપી દીધી છે. આ કર્મચારીઓની ખૂબ મોટી મુશ્કેલી દૂર થઇ જશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube