Provident Fund: રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ કહ્યું છે કે વ્યાજની સંપૂર્ણ રકમ પીએફ ખાતાધારકોને ચૂકવવામાં આવશે. કોઈપણ પીએફ ખાતાધારકોને વ્યાજની રકમમાં કોઈ નુકસાન થશે નહીં. કરોડો પીએફ ખાતા ધારકો પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજની રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23 (FY23) સમાપ્ત થવામાં છે અને નવું નાણાકીય વર્ષ 2023-24 (FY22) શરૂ થવાનું છે. માર્ચ આવી ગયો છે અને હજુ સુધી ખાતાધારકોના ખાતામાં પીએફ પરનું વ્યાજ આવ્યું નથી. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વારંવાર ખાતાધારકોને કહે છે કે તે વ્યાજ મોકલવાની પ્રક્રિયામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાકીય વર્ષ 2021-22 માટે પીએફ ખાતા પર 8.1 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ સુધી કર્મચારીઓના પીએફમાં આવ્યું નથી. ઘણા ખાતાધારકોએ આ અંગે સોશિયલ મીડિયા પર EPFOને ફરિયાદ કરી છે. હવે EPFOએ પણ આ અંગે જવાબ આપ્યો છે. EPFOએ તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે પ્રિય સભ્ય, વ્યાજની ચુકવણીની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તે તમારા એકાઉન્ટમાં દેખાશે. વ્યાજની રકમ સંપૂર્ણ ચૂકવવામાં આવશે અને વ્યાજની કોઈ ખોટ થશે નહીં.


2021-22 માટે વ્યાજ દર 4 દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે, સરકારે 4 દાયકામાં 8.1 ટકાના સૌથી ઓછા વ્યાજ દરને મંજૂરી આપી હતી. EPF પર 8.1 ટકા વ્યાજ દર 1977-78 પછી સૌથી નીચો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા માર્ચ 2021માં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો.


છેલ્લા 6 વર્ષમાં PF પર કેટલા દરે વ્યાજ મળ્યું:
2016-17 માં 8.65% 
2017-18માં 8.55%
2018-19માં 8.65%
2019-20માં 8.50%
2020-21માં 8.50%
2021-22માં 8.10%