બુધ અને ગુરુની વક્રી ચાલ આ 3 રાશિઓ પર પડશે ભારે, થઈ શકે છે આર્થિક નુકસાન, જીવનમાં આવશે મુશ્કેલી!

Guru Budh Vakri Rashifal: 26 નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ પણ વક્રી થશે. આ સિવાય દેવગુરૂ બૃહસ્પતિ પહેલાથી ઉલ્ટી ચાલમાં છે. બંનેની વક્રી ચાલની અસર દરેક જાતકો પર પડશે. 

બુધ-ગુરૂની વક્રી ચાલ

1/5
image

Budh Guru Vakri Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ ચાલ પરિવર્તન કરે છે. આ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. કોઈ માટે તે શુભ હોય છે તો કોઈએ સંકટનો સામનો કરવો પડે છે. નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિને ઘણા ગ્રહની ચાલમાં ફેરફાર થશે. તેવામાં 26 નવેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ વક્રી થશે. આ સિવાય દેવગુરૂ બૃહસ્પતિ પહેલાથી ઉલ્ટી ચાલમાં છે. બંનેની વક્રી ચાલનો પ્રભાવ દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તેણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  

1. મેષ રાશિ

2/5
image

બુધ અને ગુરૂની વક્રી ચાલ મેષ રાશિના જાતકો માટે શુભ રહેવાની નથી. આ લોકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. નોકરી કરનાર લોકોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. રોકાણ કરવાથી બચીને રહેવું છે. બાકી ઈચ્છિત લાભ મળશે નહીં. આ સમયે ખર્ચ પર ધ્યાન રાખવું, બાકી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.  

2. કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના લોકોએ કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચવું પડશે. સમજી-વિચારી નિર્ણયો કરવા. કાર્યક્ષેત્રમાં સંભાળીને રહેવું. તમે કોઈને પૈસા આપવાથી બચો, બાકી તમારૂ નાણા અટવાઈ શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ બીમારી તમને પરેશાન કરી શકે છે, જેનાથી તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થશે. 

3. તુલા રાશિ

4/5
image

તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. દાંપત્ય જીવનમાં સમસ્યા આવી શકે છે. વેપારીઓએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં ક્લેશ થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ વધી શકે છે. નોકરી કરી રહેલા જાતકો પોતાના કામ પર ધ્યાન આપે, બાકી બોસ ગુસ્સે થઈ શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.