નવી દિલ્હી : એક શહેરથી બીજા શહેરમાં જવું એક ઝંઝટનું કામ હોય છે અને તેમાં પણ એડ્રેસ બદલવાનું આવે ત્યારે તો માથાકુટ ઓર વધી જતી હોય છે. જો કે બેંક અથવા આર્થિક લેવડ દેવડ કરવા અંગે અત્યાર સુધી કસ્ટમરનાં KYC માટે આધાર (AAdhar) માં લખેલુ એડ્રેસ જ ફાઇનલ માનવામાં આવતું હતુ પરંતુ હવે આધાર પર લખવા ઉપરાંતના એડ્રેસ પણ માન્ય ગણવામાં આવશે. નાણામંત્રાલયે  Prevention of Money-laundering (Maintenance of Records) Rules 2005 માં પરિવર્તન કર્યું છે. તેના માટે નોટિફિકેશન પણ ઇશ્યું કરી દીધું છે. આ નોટિફિકેશન બાદ તમને અનેક ફાયદાઓ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો 
બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...
આ ફાયદો મળશે...
- આધાર ઉપરાંત પણ તમારુ હાલનું એડ્રેસ કેવાયસી માટે માન્ય ગણવામાં આવશે. 
- આધારમાં લખેલ કોઇ અન્ય એડ્રેસ છતા પણ તમારુ બેંક એકાઉન્ટ તમારા હાલનાં એડ્રેસ પર ખુલી જશે. 
- નવા એડ્રેસને એક કાગળ પર લખીને તમારી જાતે જ તમે સેલ્ફ સર્ટિફાઇડ કરી શકશો. 


ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી

સતત લોકો પાસેથી મળી રહેલા પ્રતિભાવો બાદ નાણામંત્રાલયે આ પગલું ઉઠાવ્યું છે. અત્યાર સુધી લોકો ઓળખ માટે પોતાનું એડ્રેસ બદલવું પડતું હતુ. જેના કારણે અનેય સમસ્યાઓ થતી હતી. આ પરેશાની ઘટાડવા અંગે એક શહેરથી બીજા શહેરમાં જનારા લોકો માટે એક મોટી સમસ્યા પેદા થઇ હતી. જો કે તેમાં પરિવર્તન બાદ તેમને બૈંકિંગ, આર્થિક લેવડ-દેવડ, સરકારી યોજનાઓમાં ભાગીદારીમાં ખુબ જ સરળતા રહેશે.