બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. 

Updated By: Nov 14, 2019, 11:54 AM IST
બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

અમદાવાદ :ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. 

દાહોદમાં બે ચોર બાઈક ઉપાડી ગયા 
દેવગઢબારીયા ગામની સોસાયટીમાંથી બાઈક ચોરી કરતા તસ્કરોનો વીડિયો વાયરલ થયો છે. બારીયા ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ઉપાડીને લઇ જતા તસ્કરોનો વીડિયો વાયરલ થયો છે. બે તસ્કરો બિન્દાસપણે લોક કરેલી બાઈક ઉપાડી લઈ જતા સીસીટીવીમાં કેદ થયા છે. હવે તો ચોરો એટલા હાઈફાઈ બન્યા છે કે, તેઓ લોક તોડવાની તસ્દી પણ લેતા નથી. બાઈક ઉપાડીને જ લઈ જાય છે. પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

https://lh3.googleusercontent.com/-NKjtcQZ_Nt8/Xczx7efCATI/AAAAAAAAJx0/szGatl-n6UgyARn34knTAw9R4wqcVozSQCK8BGAsYHg/s0/Surat_bike_chori_zee.jpg

સુરતમાં બાઈક ચોરી
સુરતના પાંડેસરા વિસ્તારના દક્ષેશનગરમાં બાઈક ચોરીની ઘટના બની છે. બે અજાણ્યા શખ્સો બાઈક ચોરી કરીને નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઈક જાણે પોતાનું જ હોય એ રીતે ચોરો બાઈકને દોડાવી રહ્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube