Exclusive: મુંબઇ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસનું હશે આટલું ભાડું, જાણો ક્યાંથી કરી શકશો બુકિંગ
ભારતીય રેલવે (Indian Railway)ના ઉપક્રમે IRCTC એ દેશની સૌથી મોટી પ્રાઇવેટ ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ટ્રેનમાં ટિકિટોનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. આવો જાણીએ આ ટ્રેનનું કેટલું ભાડું હશે.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway)ના ઉપક્રમે IRCTC એ દેશની સૌથી મોટી પ્રાઇવેટ ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ટ્રેનમાં ટિકિટોનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. આવો જાણીએ આ ટ્રેનનું કેટલું ભાડું હશે.
આ દિવસે તમે પણ કરી શકશો આ ટ્રેનમાં સફર
IRCTC અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે બીજી તેજસ એક્સપ્રેસ ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેનને નવા વર્ષમાં 19.01.2020થી સામાન્ય લોકો માટે દોડાવવામાં આવશે. 17.01.2020ના રોજ આ ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવશે અને તેનું ઇનોગરલ રન આયોજિત કરવામાં આવશે. ઉદઘાટનના અવસર પર આ ટ્રેનને અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ માટે દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 82901/82902 હેઠળ દોડાવવામાં આવશે.
આટલું હશે આ ટ્રેનનું ભાડું
અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડાવવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસનું ભાડું એકદમ આકર્ષક રાખવામાં આવ્યું છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસનું ભાડું સામાન્ય દિવસોમાં શતાબ્દી જેટલું રહેશે. પીક સીઝનમાં અથવા જ્યારે માંગ વધુ હશે તો તેનું ભાડું શતાબ્દી કરતાં 20 ટકા વધુ રહેશે. તો તહેવારોની સિઝનમાં તેનું ભાડું 30 ટકા વધુ હશે.
આ છે ભાડાનું સ્ટ્રક્ચર
રેલવે દ્વારા 19 જાન્યુઆરી 2020ના રોજ ટ્રેન દોડાવવામાં આવશે તેનું અમદાવાદથી મુંબઇનું બેસ ફેર 940 રૂપિયા હશે. મુસાફરોને લગભગ 375 રૂપિયા કેટરિંગ ચાર્જ અને લગભગ 47 રૂપિયા GST આપવો પડશે. કુલમળીને 1362 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. આ સતત ઓછી સીટો સાથે વધતું જશે.
અહીંથી કરી શકો છો બુક
IRCTC એ તેજસ એક્સપ્રેસની ટિકીટોનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ ટ્રેનની ટિકીટો IRCTC ની website www.irctc.co.in પરથી બુક કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તમે IRCTC ની mobile app “Irctc Rail Connect” દ્વારા પણ બુકિંગ કરી શકો છો. રેલવેના રિઝર્વેશન કાઉન્ટરો પર આ ટ્રેનની ટિકીટો બુક નહી થઇ શકે. IRCTC ના authorized agents પાસેથી ટિકીટો બુક કરાવવામાં આવશે. IRCTC’s online travel portal partners જેવા Paytm, Ixigo, PhonePe, Make My Trip, Google, Ibibo, Railyatri પરથી ટિકીટો બુક કરી શકાશે.
આવું હશે આ ટ્રેનનું શિડ્યૂલ
અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.40 વાગે રવાના થશે. બપોરે લગભગ 1.10 વાગે આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ પહોંચશે. રિટર્નમાં આ ટ્રેનને મુંબઇથી બપોરે 3.40 વાગે દોડાવવામાં આવશે. રાત્રે 9.55 વાગે આ ટ્રેન પરત અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદથી ચાલ્યા બાદ રસ્તામાં નાંદેડ, વડોદરા, ભરૂચ, સૂરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાતા મુંબઇ સેન્ટ્રલ પહોંચશે.
પહેલી તેજસના મળ્યા સારા પરિણામ
મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસમાં મુસાફરો માટે વાઇ-ફાઇ, સીસીટીવી કેમેરા, કોફી-મશીન, એલસીડી સ્ક્રીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હાલ ભારતીય રેલવે દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન નવી દિલ્હીથી લખનઉ વચ્ચે દોડી રહી છે. આ તેજસ એક્સપ્રેસ દ્વારા થયેલી સારી કમાણીને જોતાં IRCTC બીજી ટ્રેન દોડાવવાને લઇને ખૂબ ઉત્સાહિત છે.
લખનઉ તેજસ વડે મોટી કમાણી
નવી દિલ્હીથી લખનઉ વચ્ચે ચાલી રહેલી ભારતીય રેલવે (Indian railways)ની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ (Tejas Express)ને દોડાવ્યા બાદ પહેલાં મહિનામાં જ મોટી કમાણી કરી છે. સમાચારો અનુસાર આ ટ્રેનને લગભગ 70 લાખ રૂપિયાનો ફાયદો કર્યો છે. IRCTC ને તેજસ એક્સપ્રેસ (Tejas Express)ની ટિકીટોનું વેચાણ એક મહિનામાં 3.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ગાડી ઓક્ટોબર મહિનમાં 5 થી 28 ઓક્ટોબર સુધી 21 દિવસ ચલાવવામાં આવી હતી. આ સેવા સપ્તાહમાં છ દિવસ છે. રેલવે આ ટ્રેન વડે થનાર આવકને લઇને ખૂબ ખુશ છે. આગામી દિવસોમાં અન્ય રૂટો પર આ પ્રકારની ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેન વડે થનાર કમાણીને જોતાં રેલવેએ જ જલદી બીજી એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
મળશે આ સુવિધાઓ
IRCTC તેજસ એક્સપ્રેસમાં સારી ખાણી પીણી, ઓન બોર્ડ સિક્યોરિટી, હાઉસકિંપીંગ અને ઇન્ફોટેનમેન્ટની સુવિધા આપે છે. તો બીજી તરફ IRCTC ટ્રેનમાં યાત્રા કરી રહેલા લોકોને 25 લાખ રૂપિયાનો વીમો પણ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube